પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
બાદશાહી દરબાર

બેઠી હતી ત્યાંથી ઉઠીને લાલની પડોસમાં જઈ, પોતાની સખીના પ્રિયના મોંપર આવેલાં આંસુ પોતાના પાલવડેથી લુછી નાંખી તેને હાથ પકડી ઉઠાડ્યો. આ હાથ ફરતાં તેનું અડધું દુઃખ ઓછું થયું. તે બોલ્યો, “બહેન ! તમે આજે મારી બરદાસ્ત ન કીધી હોત તો મારું પણ આવી જ રહ્યું હતું !” આમ બોલતાં બંને જણ બારીએ આવ્યાં.

લોકોની ઠઠ આ વેળાએ પુષ્કળ જામી હતી. મોતીને મોકલ્યા પછી, પોતાના નગરના એક મોટા શેઠને દિલાસો દેવાને નવાબ પોતે, પોતાના વજીર નસીરુદ્દીન, સેનાપતિ નવરોઝ, સુરલાલ વગેરે સભાજનો અને પોતાના લશ્કર સાથે ત્યાં આવી ઉભો હતો. સૌની સાથે નવાબ પણ પગપર ખડે હતો, મોતી ને હરિલાલ બારીએ આવ્યાં કે નવાબે મોટા ઉલ્લાસથી કહ્યું, “આજના મહાસમર્થ જયનું સઘળું માન આ ખાનદાની કુળના અમીર ઉલ ઉમરા હરિલાલને છે. એમના કુટુંબમાં જે મોટો અનર્થ થયો છે તે જો કે એમને બહુ દુ:ખ ઉત્પન્ન કરનારો છે, પણ અમારી પ્રજા અને અમારા ઉમરાવો ! તમે જાણો છો કે આ શેઠ તરફથી જો મોટી મદદ નહિ મળી હોત તો આપણે સદાના મૂએલા જ હતા. મણી શેઠાણીએ આજે જય અપાવ્યો છે, તેને માટે અમે અમારા દિલ્હીના શહેનશાહને એક ખલિતો મોકલી એમના કુળનો ઈતિહાસ ત્યાં જણાવીશું.” આ બોલી રહ્યા પછી નવરોઝે મણીની હુશિયારી ને પરાક્રમનાં વખાણ કીધાં. હરિલાલનું આ સાંભળતાં અડધું બાકી રહેલું દુ:ખ ઓછું થઈ ગયું. શહેરમાં શાહના ઘર આગળ આ મેાટી ગર્દી થઈ છે તે જોવાને જે સધળા લોકો દોડી આવ્યા હતા તેઓ વખાણ કરવા મંડી ગયા. નવાબે પોતાપરનો ને પોતાના નગરપર થયેલા ઉપકારનો બદલો વાળવા આજ તક યોગ્ય ધારી, એકદમ શેઠને હેઠળ બોલાવી ચોગાનમાં દરબાર ભરવાનો વિચાર જણાવ્યો. નવાબના હુકમ પ્રમાણે થોડા સમયમાં એક મોટી બેઠક કરવામાં આવી, ને ત્યાં સઘળા અમીર ઉમરાવ તથા સારા સારા ગૃહસ્થ હાજર થયા. આસપાસ