પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
પરિશિષ્ટ

કરી, અને પડઘમો તથા રણભેરીના નાદો કરી લોકોને હિંમત નહિ હારવા ઉત્તેજન આપ્યું. સુરતમાં પ્રવેશ કર્યા પછી શિવાજીએ અંગ્રેજો તરફ દૂતો મોકલી કહાવ્યું કે જો તેએા બચવાની આશા રાખતા હોય તો તેઓએ મોં માંગ્યો દંડ આપવો પડશે. અંગ્રેજોએ તેની આવી દુષ્ટ માંગણીનો સ્વીકાર કર્યો નહિ, તેથી ચીઢાઈને મરેઠાએાએ કોઠી પાસેનાં કેટલાંક ઘરોને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો. જીરાલ્ડ આઁગિયેર નામના એક બહાદુર અંગ્રેજની આગેવાની નીચે એક નાની ટુકડીએ મરેઠાઓ ઉપર હલ્લો કર્યો અને કેટલાકને ઝપાઝપીમાં મારી નાંખ્યા. આમ અણધારેલી જગ્યાએથી પ્રથમ ગ્રાસે મક્ષિકા પડવાથી મરેઠાઓ ચમક્યા અને શિવાજીએ તેઓને સતાવવાનું માંડી વાળ્યું, એટલું જ નહિ પણ અંગ્રેજોની કોઠીની આસપાસ જે ધનાઢ્યો અને શ્રીમંતેાનાં ઘરો અને વખારો હતાં તે મરેઠાએાની લૂટફાટ અને મારફાડમાંથી બચી ગયા. નિ:શસ્ત્ર અને અસહાય ગરીબ પ્રજાને શિવાજીએ તે પછી લૂટી.

સુવાળી બંદરથી શહેરમાં આવતા ભૂલા પડેલા એન્થની સ્મીથ નામના એક અંગ્રેજ કોઠીદારને શિવાજીના માણસોએ કેદ પકડી તેની સમક્ષ આણ્યો હતો, અને તેની પાસે છુટકારા માટે મોટો દંડ માંગવામાં આવ્યો હતો, પણ તેની પાસે હોય શું કે તે આપે ? ! તેથી તેને જીવતો નહિ મારી નાંખતા કેદ રાખ્યો હતો. આ બંધવાએ, મરાઠાની છાવણીમાં કેવી રીતે લૂટનો માલ આણવામાં આવતો હતો, અને સુરતના તે વખતે ગણાતા શ્રીમંતોને પકડી પકડી કેવી રીતે દેાલત બતાવવા માટે સતાવવામાં આવતા હતા અને જુલમ ગુજારવામાં આવતો હતો તેનું વર્ણન આપેલું છે. તેણે નજરે જોએલી વાતો વર્ણવી છે અને તે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના જે દફતરો ઈન્ડીઆ ઓફીસમાં સચવાયલાં છે તેમાં તે છે. આ એક જ દસ્તાવેજી પુરાવા ઉપરથી શિવાજીની સુરતની લૂટની ભયંકરતા જણાઈ આવે છે. તેણે ૬ માણસોના હાથકાંડા અને મસ્તકો કાપી નાંખ્યા હતા અને ઘરબાર લૂટી નાશ કર્યો હતો.

શિવાજીએ સુરતના ધનાઢ્ય વણિકો અને શ્રાવકો ઉપર અસહ્ય જુલમ ગુજાર્યો હતો. તે વખતે વીરજી વોરા નામનો એક વણીક હતો. તેની મીલ્કત ૮૦ લાખની ત્યારે અંકાતી હતી. એ શિવાય બે મુસલમાન શ્રીમંતો હાજી કાસમ અને હાજી સૈયદ બેગ પણ તેની માફક લૂટાયા હતા અને પાયમાલ થયા હતા. એ શિવાય એાછી દોલતવાળો શ્રીમંતોની સંખ્યા તો અગણીત છે. તે બધાઓને શિવાજીએ લૂંટ્યા હતા. તેઓના ઘરમાંથી જે સોનું, રૂપું, જર ઝવેરાત વગેરે જે કાંઈ મળ્યું તેટલાથી સંતોષ નહિ