પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
બહિરજી અને બેરાગી

બાસ્તે ઇધર આયા ?” આમ બોલી ઉંચા હાથ કરી તેણે પ્રાર્થના કરી, “બજરંગ ! જો ગેરઇનસાફ, હમકું ઓ અકલસે હેરાન હાકીમને કરદિયા હૈ, ઈસકું તુંહી શિક્ષા કર.” ખરેખર બજરંગે તેની પ્રાર્થના સાંભળી.

બહિરજીને માલમ પડ્યું કે નવાબથી કંટાળેલો આ કોઈ તેનો વૈરી છે અને એનાથી જો બધું જાણીશું, તો વધારે લાભ થશે. તે બાવાજી પ્રત્યે બોલ્યો: “મહારાજ ! અહીંઆ ઘણી દોલત છે?” બાવાજીએ કહ્યું; “તું ક્યા જાને ઈધરકી બાત, સોના ઓર રુપે બીના તો બાત જ હોતી નહિ. સારા દિન પેસા પેસા ! નાણાબટમે જાકર તુમ દેખો, તેરા કાન ખણણ ખણણ અવાજસે બહેર માર જાયગા. નવાબ તો ગંડુ હૈ, ઇસકું કુછ માલુમ નહિ હૈ કે કીધર રાજ હોતા હૈ. સબ કારભાર ઓ નાગર ઓર કાયસ્થ લોક કરતે હૈ. નાગરોકે ઘરમેં તો કરોડો રૂપે ભરે હૈ, તુમ દેખો તો અકલસે હેરાન હો જાવ.”

બહિરજીયે કહ્યું: “જો આપની ઈચ્છા હોય તો કાલે જઈને શહેર જોઈયે !” “સચ હૈ. લેકીન સચ્ચા બોલ બચ્ચા ! તુમ કોણ હૈ, ઓર કીધરસે આયા, ઓર ઈધર આનેકા ક્યા કામ હૈ, હમ જૂઠા માણસકી સંગત નહિ કરતે.”

બહિરજી વિચારમાં પડ્યો, તેણે વિચાર્યું કે ખરી વાત કહેવી કે નહિ ! પણ કંઈ દગો થાય તો શું કરવું? એમ વિચારી પ્રથમ મૌન ધારણ કીધું. બાવાજીએ મનમાં વિચાર્યું કે ગમે તેમ છે પણ આ કોઈ પાકો પુરુષ છે. તેની નેમ કંઈ જુદી જ છે. બહિરજીએ વિચારમાં ઘોળાયા પછી એમ જ નક્કી કીધું કે, ખરી વાત કહેવી, પછી “યા નસીબ !" પણ બાવાજીનું વચન લીધા વિના એક અક્ષર પણ હોઠ બહાર કહાડવો નહિ એમ ઠરાવ્યું.

“અને હું,” પેલા મરાઠાએ, પોતાના નવા દોસ્તનો વિશ્વાસ મેળવી લેવા માટે અને જે કામ પોતાને પાર પાડવું હતું તે માટે, તે બોલ્યો, “મહારાજ ! યાદ રાખજો કે, જે મારા સ્નેહી ને વિશ્વાસપાત્ર