પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
પરિશિષ્ટ

વિદેશી વેપારીઓનાં તાપી નદીના બંદર ઉપરના વસવાટથી અને લૂટથી ત્રાસી ગયા હતા, અને ૧૬૮૦ માં જ્યારે મુંબઈનું બંદર ખીલવા લાગ્યું ત્યારે તેઓ ત્યાં આગળ સહિસલામતી માટે જઈ વસ્યા. આ મુંબઈ બંદર રાજદ્વારી ચઢતી પડતીથી મુક્ત હતું. એક વખતનાં ગાજી રહેલાં સુવાળી અને સુરતનાં બંદરો ઉપર મૃત્યુનો ઘંટ વાગ્યો અને સદાને માટે ત્યાં મૃત્યુ જેવી શાંતિ પથરાઈ ગઈ. સુરત કે જે “મક્કાદ્વાર” અને “બંદરે મુબારક” ગણાતું હતું તે રાજકીય દૃષ્ટિએ પડ્યું, અને વેપાર ઉદ્યોગની એવી મંદીમાં જઈ પડ્યું કે જ્યાંથી તેને આજ સુધીમાં પાછા ઉઠવાની વારી આવી જ નથી.

જ્યારે અમદાવાદના મોગલ સુબા મહમદખાને એ સુરતની મદદ માટે લશ્કરી સહાય મોકલી આપી ત્યારે શિવાજી સ્તોવાઈને નાસી ગયો, અને અંગ્રેજ કોઠીના ઉપરી જ્યાર્જ ઓક્સન્ડને બજાવેલી સેવા અને બતાવેલી બહાદુરીનાં સુરતના લોકોએ ભારે વખાણ કર્યા; અને જ્યારે સુરતનો નવાબ એના કિલ્લામાંથી બાહર નીકળ્યો ત્યારે તેના ઉપર તેના હીચકારાપણા માટે લ્યાનત વર્ષાવી. અમદાવાદથી આવેલા લશ્કરના ઉપરીએ જ્યારે સર જ્યાર્જ ઓક્સન્ડનને જાહેરમાં ઉપકાર માન્યો, ત્યારે તેણે પોતાના હાથમાંની પીસ્તોલ સેનાધિપતિના ચરણે મૂકી જણાવ્યું કે, સુરતના ભાવિ રક્ષણ અને સલામતિ હવે તેને સોંપવામાં આવ્યા છે. ઓક્સન્ડનને બજાવેલી સેવાના બદલામાં એક ઘોડો અને સોનેરી કીનખાબનો કબજો ઇનાયત કરવામાં આવ્યો હતો, અને જ્યારે તેની કમરે તરવાર બાંધવામાં આવી ત્યારે તેણે નમ્ર ભાવે જણાવ્યું કે, આ શણગાર એક સૈનિકને શોભે તેવો છે, પણ અંગ્રેજો તો કેવળ વેપારી છે, માટે તેઓ તો તેઓના વેપાર ધંધામાં કંઈ જગાત વગેરે છુટ મળે તેવું મળવાની આશા રાખે છે. આ ઉપરથી અમદાવાદના મોગલ સુબાએ દીલ્લીના શહેનશાહની રજાથી અંગ્રેજોના માલ ઉપર ૩ાા ટકાની જે જગાત લેવામાં આવતી હતી તે ઘટાડી ૧ ટકો કર્યો હતો. સુરતના નવાબનું નામ ઈનાયતખાન* હતું, એવું જણાવવામાં આવે છે.[૧]


  1. *કવિ નર્મદાશંકર વગેરે લેખકો સુરતના નવાબનું નામ ગ્યાસુદ્દીન રુમી જણાવે છે; અને લોકની દંતકથાને આધારે આ પુસ્તકના ગ્રન્થકર્તા તેને હીંચકારો કે કેવળ બાયલો નહિ વર્ણવતા, તક મળતાં મહાન યોદ્ધો નીવડવાનું લખે છે, અને તેના જ પરાક્રમના જોરે શિવાજીને પાછા ફરવું પડ્યું હતું, તથા