પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
બહિરજી અને બેરાગી

કીયા હૈ ! હમને હમારી ખેાલીમે સેતાનકું બસાયા ! મગર કુછ ફીકર મત કર, મેં તેરી સાથ તૈયાર હું, ઓર સબ ચીઝ તુઝે-” પણ તેટલામાં તે પછીતપરથી કંઈક શબ્દ સંભળાયો ને બહિરજી ચમક્યો.

“મહારાજ, જુઓ, સાંભળો, આપણી વાત કોઈ સાંભળે છે !” વચ્ચે અટકાવ કરીને જાસૂસ બોલ્યો" મેં જે ઈરાદો રાખ્યો ને યુક્તિ રચી છે, તે જો કોઈ જાણે તો મારાં ને તમારાં શિર તેજ ક્ષણે ધડથી વેગળાં થાય !”

“બચ્ચા ડરતા ક્યા ? ઈધર કોણ આવેગા ? તેરે જો કહેના હાય સો કેહ; અવાજ કૈસા ઇધર સાધુકી ઝૂપડીમેં ?”

“નહિ બાવાજી; મને એમ લાગે છે કે, અહીંઆં કોઈ છે ને તેણે આપણી વાત સાંભળી છે. તમે તપાસ કરો.”

બાવાજી હાથમાં ચલમ લઈ ઉઠ્યા ને આસપાસ ફરી આવ્યા, પણ કોઈ જોવામાં આવ્યું નહિ, તેણે ધાર્યું કે ચોર હોય તે સૌને ચોર દેખે તેમ નાયકને ભ્રમણા કે સ્વપ્નાભાસ થયો હશે.

જ્યારે પૂરી ખાત્રી થઈ કે કોઈ નથી, ત્યારે મહારાજ પાછા પોતાની ખાટલી પર આવીને પડ્યો ને ગાંજાની એક ચલમ, જે ભરીને લાવ્યો હતો, તેનો દમ કસ્યો.

“તો સાંભળો, મહારાજ, હવે જે મેં યુક્તિ કીધી છે તે;” ક્ષણેક શાંતિ પકડ્યા પછી તે નાયક બોલ્યો. શિવાજીના મારી સાથે આઠ જાસૂસો આ શહેરમાં જુદે જુદે દરવાજે પેઠા છે. તેઓ શહેરમાં ફરી હરીને ઘણી તપાસ કરશે, પણ હું આશા રાખું છું કે, તે સહુના કરતાં હું ચાર ચંદા સરસ નીકળીશ. તેમાં કર્મ સંજોગથી તમારો સમાગમ થયો છે, તે હવે કોઈ વાતે ઉણું પડવા દેશો નહિ. મેં ઘણાના મોંથી સાંભળ્યું છે કે, શહેરની મધ્યમાં નાણાવટ છે ત્યાં અને બીજી જગ્યાએ ઘણો પૈસો છે. આ વાત મારા જાણવામાં આવી, ત્યારથી ચટપટી લાગી છે કે તે લત્તાની તપાસ પ્રથમ અવશ્ય કરવી જોઈયે, હું અહીંઆં આવ્યો