પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૫
મોગરાનો બહાર


“આ૫નું બોલવું મને સર્વ રીતે રુચે છે પ્રિય!” મણિ બોલી, “પરંતુ એમ હું શી રીતે કરી શકીશ ? સહુ મિત્રો તો આપણી આસપાસ વીંટાઈ વળ્યા છે, સર્વે રંગમાં મચેલા છે; મને ઉત્સાહમાં સામેલ થવાને વારંવાર વિનવે છે. તેમને મૂકીને જઈ શકાય એમ બનવું અશક્ય છે. મારો વિચાર તો ક્યારનો એમાં જ મચી રહ્યો છે. મને ચટપટી પણ એ જ થયા કરે છે કે કેમ કરવું. એક બાજુએ આગ ને બીજી બાજુએ દરિયો. બંને પાસથી સંકડામણ છે. સહુને તરછોડવા એ જાણી જોઈને રંગમાં ભંગ કરવા બરાબર છે. શહેરપર આવનારું સંકટ ન દૂર કરાય તો મૃત્યુ જ છે. કોઈને વાતનો સણસારો પણ કરાય તેમ નથી. જો ભેાજન સમય જલદી થાય તો ગમે તે મિષ કહાડીને સટકી જવાને ચૂકીશ નહિ. માત્ર વિલંબ તેનો જ છે.”

“ત્યારે ઉતાવળ કર અને સહુ મિત્રોને માટે ભોજનની તૈયારી કરાવ;” કંઈક ઉચાટ મનથી હરિલાલ બોલ્યો. “મને કંઈ સમજ પડતી નથી કે હવે શું થશે ? ઘણી વેળાએ આપત્તિ આવેલી છે, અને તેમાં ગભરાયો છું, પરંતુ આજના જેવો ઉચાટ, ઉદાસી ને ગભરાટ કવચિત્ થયાં હશે. તારે તો હવે અહીંઅાંથી ચાલ્યા જવું જ જોઈએ અને બેગમને મળીને શહેરનું રક્ષણ થાય તેવા ઉપાય લેવા તેને સુચવવું. જ્યાં સુધી એ સંબંધી કંઈ થશે નહિ, ત્યાં સુધી મને શાંતિ વળનાર નથી. આજની ધામધૂમથી મારી વૃત્તિ ઘણી ખરાબ થઈ ગઈ છે. સર્વ કોઈ પૂર્ણ આનંદમાં મહાલે છે, પણ મને સર્વ સ્થળે ગમગીની ને ભય જ માલમ પડે છે.”

“પ્રિયે, બેફીકર રહો !” કંઈ ઉત્સાહ ઉમંગથી મણિએ પોતાનું વેણ કહાડ્યું, “હું કાઈ પણ તાલમેલથી હમણાં જ અહીંઅાંથી ચાલી જઈશ.પણ મારી ગેરહાજરીની ખામી તમે આ મેલાવડામાં પડવા દેતા નહિ. બનતા યત્ને કામ સિદ્ધ કરીશ અને તુરકડાને હાથે મરાઠાનો ઘાણ કહડાવીશ.”

આ પ્રમાણે ખાત્રી થયા પછી હરિલાલ પોતાના ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો, પણ તેટલામાં તો “હરિલાલ ક્યાં છે, મણિગવરી