પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
મોગરાનો બહાર


“ઠીક, ઠીક ! હવે તો ઉપકારનાં વહાણ જ ફાટશે ? તમે મારો ઉપકાર માનો છો તો લ્યો, હું તમો ભાઈઓનો પણ બહુ બહુ ઉપકાર માનું છું. વલ્લમ્ ખુલ્લમ્ ! બસ, ધરાયા !” જરા મજાક કરતાં હરિલાલે હસતાં હસતાં કહ્યું, “હવે થોડીવારમાં ભોજનનો સમય થશે; ત્યાં સૌએ સત્વર પધારવું અને એટલો સમય તમો સૌ ઉમંગે આ મારી નાનકડી ઝુંપડીમાં મઝા કરો - તમારા મુબારક કદમથી એ પાવન થશે !”

ભોજનશાળામાં રસોઈયાએ બડી ગડબડ કરી મૂકી હતી. ભાતભાતનાં પકવાન બનાવ્યાં હતાં. આ પ્રસંગે તો બધાનાં નામ લેવાની કંઈ જરૂર નથી, પણ સાદું ને સૌને પસંદ પડે તેવું સ્વાદિષ્ટ ભોજન હતું. પાટલાની હાર એક સરખી, એક સરખાં જળપાત્ર, એક સરખી કેળની પત્રાવળી, એક સરખા રૂપાના વાટકા ને સૌને જોઈયે તે પ્રમાણે વસ્તુઓ ભાણામાં મૂકેલી હતી તેનો દેખાવ ઘણો અચ્છો લાગતો હતો. સૌ જનને કેવા પ્રકારે બેસાડવા, તેની ગોઠવણ મણિગવરીએ ઘણી ફાંકડી કીધી હતી. દરેક સ્ત્રીપુરુષને સજોડે બેસાડ્યાં હતાં; અને સૌ કોઈ થોડાં શરમાય તેને માટે પોતાની જગ્યા પણ પોતાના પ્રિયવલ્લભની સાથે જ ગોઠવેલી હતી. તે સમયમાં આ રીતિ તદ્દન નવીન જ હતી, તોપણ સૌ સમાન હતા, એટલે પુરુષોએ તો કંઈ વાંધો લીધો નહિ, તથાપિ બે ત્રણેક સ્ત્રીઓથી બોલ્યા વગર રહેવાયું નહિ. તેઓ મનમાં બબડી, પરંતુ જ્યારે બીજી સ્ત્રીઓને સ્વપતિની સૉડમાં અડોઅડ ને ટપોટપ બેસતી જોઈ, ત્યારે કટાણે મોઢે તેઓ પણ બેસી ગઈયો. સૌનાં ભાણાં પિરસાઈ રહ્યા પછી, મણિગવરીએ દિવાનખાનામાં જઈને વાજિંત્રોને કુંચી આપી કે તેઓએ મધુરો સુર ક્હાડવા માંડ્યો, “મેરે શાહજાદે આલમ કે લીયે, જંગલ શેહરા બીયાબાના ફીરી,” તે સાંભળતાં સૌ ધીમે ધીમે પગપર થાપ મારવા લાગ્યા. સૌ સ્ત્રી પુરુષોને આજનો દેખાવ ઘણો આનંદિત લાગ્યો, તેટલામાં હરિલાલે