પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
શિવાજીની સુરતની લુટ

મિત્ર પરોણા ઉપર ઇસ્ટમ્બુલી ઉંચુ અત્તર છાંટ્યું કે તેનો બહેકાટ ચોમેર અતિસેં ફેલાઈ ગયો. તુરત મણિગવરી આવી ને પોતાના પાટલા ઉપર બેઠી ને જમવાની વરદી આપી: એ દેખાવ જાણે આજના કાળમાં એક મોટી ભેાજન મંડળીમાં “ટોસ્ટ” લેતા હોય તેવો લાગતો હતો.

તે દેખાવ ખરેખર અતિ રમણીય હતો. જનાનખાનામાં રહેલી સ્ત્રીઓ કરતાં આજે બિરાજેલી સ્ત્રીઓ અતિ સૌંદર્યવાન-કાંતિમાન લાગતી હતી. સ્ત્રીઓના પરવાળા જેવા હોઠ ને મુખ્ખાઇ દાડમના દાણા જેવા દાંત વચેથી જે ઝીણો ઝીણો સ્વર નીકળતો હતો, તે દિવાનખાનામાંના વાજિંત્રને પણ એક કોરે બેસાડે તેવો મધુરો હતો કંઈ પણ કલબલાટ ને ગણગણાટ વગર સૌ મિત્રો ભેાજન લેયાં જતાં હતાં. કોઈ કોઈ તરુણીઓ વિશેષ લજજાશીલ હતી, અને લજ્જા એ આર્ય સ્ત્રીઓનું ખરેખરું ભૂષણ છે. તેઓએ આચ્છા રંગનાં-ઋતુ શિયાળાની હતી તોપણ-વસ્ત્ર સજ્યાં હતાં. સાળુમાં મોં ઢાંક્યું હતું; છતાં તેમાંથી પલકારા મારતી ચકચક્તિ હરિણી જેવી આંખો અતિશય મોહ ઉપજાવતી હતી. વળી હવા પણ નંદન બાગના જેવી હતી, તેથી તાઢમાં વધારો થતો હતો. ખૂબસુરતીમાં શ્રેષ્ઠ તો એ મેલાવડામાં મણિગવરી હતી, પણ બીજીઓ કંઈ એાછી ખૂબસુરત ન હતી. જેએાએ સેાડામાં મોં ઢાંક્યાં હતાં, તેઓએ માત્ર મોં જ ઢાંક્યાં હતાં, પણ પ્રીતિભરેલી આકૃતિમાં સમાયલી મનમોહક શક્તિ, જેઓએ તેનો સંગ્રહ કીધો હતો તે, છૂપાવવાને શક્તિમાન થઈ નહતી. કાંતિમાન, સદ્દગુણોથી ભરેલી, સુકુમાર પણ બાંધાદાર શરીરવાળી, સ્વચ્છતાથી ભરેલી, જાતે શ્રીમંત શેઠાણીઓ, વળી મોજમઝા ને રંગરાગમાં મસ્ત મચેલીઓ, જુવાની મસ્ત પોતાના પ્રિયપતિઓની સોડમાં બેઠેલી, સૌંદર્યતાના ભંડારવાળી, આર્ય પ્રાચીન પોશાકમાં બિરાજતી તરુણીઓનો આ દેખાવ ચિત્રમય નહિ પણ સાક્ષાત્કાર હતો. તે કાળની તે સ્થળની રંભાઓ,