પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
મોગરાનો બહાર

આ રંગમેલાવડાનો આ પ્રસંગ જોઈ ધીમે ધીમે મધુરું મધુરું હસતી એકેક ગ્રાસ મોંઢામાં મૂકતી, પણ શરમને લીધે મ્હોં આડું વસ્ત્ર ધરેલું તે ખસેડતી નહિ. તેવામાં ભટજી મહારાજ આવીને દૂધની ધાર પાડતા. “ના ના” ની ઇસારત કરતાં, છતાં ભટજી દૂધ ઝોકાવ્યો જતો - તે જ્યાં સુધી દૂધ છલકાઈ જાય નહિ ત્યાં સુધી; તે વખતે સૌ આશ્ચર્ય પામી મંદમંદ હાસ્ય કરતાં, એ દેખાવ બહુ ચિત્તાકર્ષક લાગતો હતો. પુરુષો પણ થોડા ઘણા શરમાતા - સ્ત્રી જેટલા તો નહિ જ. તેમને સમયને લીધે કંઈ વિવેક મર્યાદા રાખવી પડતી. કોઈ પાસે બેઠેલી પ્રિયાને કંઈ કહેવા જતો, ત્યારે બીજાઓ તેની સામા એકી નજરે જોતા તેથી તે શરમાઈ જતો. પણ અતિ સૌંદર્યવાન જોડાંઓ મોહ ઉપજાવતા હાસ્યથી એકેક પ્રત્યે તીક્ષ્ણ નાજુક આંખથી પલકારા મારતાં, ત્યારે તો સર્વે એક બીજાની શરમ સમૂળી છોડી દેતાં હતાં.

બરાબર એક કલાકે સૌ ભેાજન લઈ ઉઠ્યાં. પાછાં સૌ દિવાનખાનામાં આવ્યાં. વાજિંત્રનો નાદ ચાલુ જ હતો. તેટલામાં હરિલાલે સૌ પુરુષોપર ને મણિગવરીએ સૌ સ્ત્રીઓ પર ગુલાબજળ છાંટ્યું. ઠંડકમાં ઠંડક વધારી ! દેખાવ તો આ સમયનો અતિ સરસ હતો. દીવાની જ્યોતના પ્રકાશથી દીવાનખાનું ઝળહળાં થઈ રહ્યું હતું, ઝુમરનાં લોલકો રંગ બેરંગી ઝળકાટ પાડતાં અને તેના પ્રકાશમાં સ્ત્રીઓના મોતીની માળા, છડા અને બગડીનો પ્રકાશ વિશેષ ઝમક આપતો હતો. એકેકના પ્રતિબિંબથી આખો એારડો ઝળકી રહ્યો હતો. ઈંદ્રસભા તુલ્ય દેખાવ બન્યો હતો. પોશાકની ફક્કડાઈ વળી વિશેષ હતી. દરેક સ્ત્રી પુરુષોની આંખ પ્રેમની કેફમાં તેજ મારતી હતી; ફરફર આવતા પવનથી ઝુમરનાં લોલક હાલતાં ને દીવાનાં કિરણો વધારે પ્રકાશતાં, તેથી આંખો ઝંખવાઈ જતી હતી.

ચાકરોએ આવીને સૌના હાથમાં એ સમયે મેવાની રકાબીઓ ધરી દીધી. ઘણા અચ્છા પ્રકારનો મેવો - જેમાંનો કેટલોક તો નવાબ