પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
મણિગવરીનો યત્ન

મોટા લાભને માટે દીકરીને બક્ષીને ત્યાં આપી ને લોકમાં એમ જણાવ્યું કે, બક્ષીએ બલાત્કારે દીકરીને છિનવી લીધી ! તેની દીકરી તે આ મોતીબેગમ હતી. નાગરની દીકરી એટલે ગમે તેવો પણ ઉંચો હિંદુ વિચાર હોય જ; ને તેવા ઉંચા ઔદાર્યના વિચારથી તે હમેશાં પોતાના પૂર્વના ધર્મપર ને હિંદુઓ પર બહુ પ્યારથી જોતી હતી. રાત્રિના તેના પોશાકમાં કંઈ જાણવા જોગ નહોતું. માત્ર પાયજામો ને તે ઉપર સ્વચ્છ સફેદ મલમલની કફની પહેરેલી હતી, તો પણ ચોટલાનો સેંથો ને કાનમાં મોતીના એરિંગથી તેનું મ્હોડું બહુ દીપતું હતું, એ ઘણું સારું શુદ્ધ ગૂજરાતી જાણતી હતી ને તે સૌ પોતાની માતાના પ્રતાપ હતા.

“બહેન, શી ખબર છે ?” મલકાતે મુખડે બેગમે આવકાર આપતાં મણિને પૂછયું. “તમારી ચિઠ્ઠી મને બહુ મોડી મળી ને તેથી બહુ વખત વીતી ગયો."

મણિગવરીએ અથથી તે ઇતિ સૂધીની, આ શહેર ઉપર કેવી આફત આવી પડવાની છે તેની વિગત કહી સંભળાવી. શિવાજી લૂટારાનો જે દૂત આ શહેરમાં આવ્યા છે અને શહેરમાં જે ત્રાસ પડનારો છે, તે સાંભળીને બેગમને ઘણો ગભરાટ લાગ્યો, અને એનો શું ઉપાય કરવો તેને માટે મણિગવરીને સવાલ પૂછ્યો.

“આપણા શહેરપર આવી મોટી આપત્તિ છે ?” નિ:શ્વાસ નાંખીને બેગમ બોલી. “એનો ઉપાય શો ?”

“અને હું પણ એ જ સવાલ પૂછું છું મારી બહેન ! આનો ઉપાય તો સત્વર થવો જોઈએ. જો નહિ થશે તો મને નથી લાગતું કે, આપણી જીંદગી પણ સલામત રહેશે.” મણિએ થરથરતાં ને જુસ્સાના આવેશમાં બેગમના મનમાં શું થાય છે તે જાણીને કહ્યું.

“ખરેખર, એનો ઉપાય તો થવો જ જોઈયે !” બહેન જેવી મણિનો હાથ પકડી બેગમ બોલી.

“શું તમને કંઈ જ ઉપાય જડતો નથી, મોતી બહેન ?” મણિએ