પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
શિવાજીની સુરતની લૂટ

લગાર કરડાકીનો જવાબ આપતાં કહ્યું અને બેગમના મ્હોં સામું નજર કીધી. “મારી તરફથી તો તમને જે કહેવાનું છે તે કહીશ: અને વિશ્વાસ રાખો કે મારી જીંદગી કરતાં વધારે મૂલ્યની હું તમારી રંક રૈયતની જીંદગી ગણું છું, અને તેની પૂરતી સાબીતી એ જ કે આજની મોટી મિજબાની છોડીને તમારી સેવામાં હાજર થઈ છું.”

“તારા એ બોલવા૫ર મને જરાએ સંશય નથી;” મોતી બોલી. “પણ તને માલમ છે કે, મારા પૂજ્ય પવિત્રપતિ એવાં કામમાં ઘણું થોડું લક્ષ આપે છે. તેને તો રાગરંગ ને ગાનતાનમાં જ મઝા છે. આવા ગહન વિષયમાં તેની પહેાંચ લાંબી હોય એમ મને માલમ નથી.” પોતાના પતિ વાસ્તે કડવાં વેણ બોલવાં પડે છે તે માટે ઈશ્વરની ગુન્હેગાર સમજીને ઉંચા હાથ કરી બોલી. “અરે ! મારા પતિ માટે આવાં કુવેણ કેમ બોલાય છે ? એ પ્રભુ ! તારી કૃપાથી જ હું તરીશ, નહિ તો મારે વાસ ક્યાં થશે ? હે પ્રભુ ! તું મારો, મારા પતિનો ધર્મ સંભાળી અમારું રક્ષણ કરજે !” પાછું મણિને કહ્યું: “હવે તું જાણ કે પ્રિયના દિવાન ને કારભારી પણ માત્ર નામના જ છે. કાયચો ને મારા જાતિલા તો, મારી પૂર્વની કરેલી સૂચનાથી તને કંઈ અજાણ્યા નથી. પણ મારા હાથમાં એટલી સત્તા છે કે, જે ઈલાજ બતાવીશ, તે ઇલાજ પ્રમાણે પ્રિયપતિ પાસેથી કામ કરાવીશ. તને કંઈ યુક્તિ માલમ હોય તો બતાવ.”

“મોતી બહેન, જેમ મેં પૂર્વે સલાહ આપી છે તેમ જ હમણાં પણ આપીશ, તમારે ગભરાવું નહિ;” મણિએ ખુશીનાં વેણ કહાડી ધીરજ આપી.

એ પછી મણિગવરીએ કહ્યું: “જો એ મરાઠો અને બેરાગીને પકડવાની તજવીજ કરવી હોય ને નગરજનનું રક્ષણ કરવું જરૂરનું જણાતું હોય તો નવાબના જાસુસો એની પછાડી મૂકવા જોઈયે, ને તેઓએ એમનાં કાવતરાં તપાસવાં જોઈએ. પછી જેવા શહેર છોડીને