પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯

પ્રકરણ ૬ ઠું
બેરાગી

"ગુરુજી મહારાજ ! જો આપ ફરમાવો તે બજાને મેં આપકા ચેલા તૈયાર હૈ” નાના ચેલાએ પોતાના વૃદ્ધ ગુરુને પગે પડીને પૂછ્યું. “મય જાનતા હું મહારાજ, આજ અપન દોનો શહેરમેં સાથ ઘુસકર ભિક્ષા મંગ લાયગે.”

“હાં, બચ્ચા તું બડા કમજાત હૈ ! હમેરી તું ક્યા સેવા ચાકરી કરનેવાલા હૈ ! હમ હમારે ગુરુ કે બાસ્તે દસદસ રોજ તક ઉપવાસ કીયા હૈ, ઓર તું તેરી સાથ હમકું ભિક્ષા મંગનેકું લે જાતા હૈ. જા બેઠ, તેરી આજ કુછ દરકાર નહિ હૈ. હમ ઔર યે દુસરે બેરાગી આજ ભિક્ષા લેનેકું જાયગે.”

ચેલાએ જાણ્યું કે આજે તો પીડામાંથી મુક્ત થયા ને તેથી તેનો જીવ ઘણો ખુશ થઈ ગયો. પેલો છોટો બેરાગી મનમાં મગ્ન થતો હતો કે, આજે મહારાજે બડી તાલ લગાવી દીધી અને મહારાજના મનમાં શું શું ચાલતું હતું, તે તેણે બરાબર જાણ્યું - એમ કહો કે તેણે બરાબર જોયું, પણ પોતાની છળતાથી, તેણે કહ્યું કે; “આપકે કહેને મેં બેશક કુછભી સંદેહ નહિ હૈ. મહારાજ ! લેકીન હમ જાનતે હૈ કી, અબી અપને ઉઠના ચાહિયે; ઓર નગરમેં દેખના ચાહિયે કે ક્યા ક્યા નયી નયી ચીઝ આઈ હૈઃ અપનકું ભિક્ષા લેનેકું જાના ઉસમેં ક્યા બડી ચીઝ હૈ, મૈને મેરા ગુરુકી પગચંપી કરનેમેં બાર બરસ તક ન રાત ન દિન ફીર કર દેખા હૈ.”

“જદ ચલો,” બોલી, બેરાગી પોતાના ખાંધાપર ઝોળી ભેરવીને ઉઠ્યો, ને “નારાયણ, નારાયણ”ની બૂમ મારતા, બંને જણ શહેર ભણી ચાલ્યા. છોટા બેરાગીએ મોટાને કાનમાં પૂછ્યું કે: “મારી રીતભાત- વર્તણુક એવી તો નથી કે કોઈ મને પીછાની સકે ?” મોટાએ