પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
બેરાગી

સવાલ નાંખ્યો. તે બાઈ ચમકી, પણ છાતી કઠણ કરી, “મહારાજ ઉભા રહેજો” એમ બોલી નીચે ઉતરી આવીને બંનેને ઓળખી ભેાજન માટે બોલાવ્યા. બહિરજીની છાતી તો ધડક ધડક થાય; તેનાથી નીચેથી ઉંચું ન જોવાય. તેણે જાણ્યું કે, હવે નક્કી પકડાઈ જઈશું. પણ બાવાજીએ તો એવા ઘણા પ્રસંગો જોયલા, એટલે તેને કશો ડર લાગ્યો નહિ. બેધડક તે, બાઈના બોલાવ્યાથી ઘરમાં ગયો. બહિરજીને સાથે લીધો. બાઈએ બંનેને આસન આપી બેસાડી ભોજન લાવી મૂક્યું; અને જણાવ્યું કે, “મારો એવો નીમ છે કે, કોઈ પણ અતિથિ અભ્યાગતને જમાડ્યા વગર કદી અન્ન તો શું પણ પાણીએ ન પીવું. આજે કમનસીબથી કોઈ પણ અભ્યાગત પ્રાત:કાળથી તે અત્યાર સુધી આવ્યો નથી, પણ એટલામાં આપનાં પવિત્ર પગલાં થયાં ને હું કૃતાર્થ થઈ. આપના જેવા પૂજ્ય મહા પુરુષ, આ જે ધર્યું છે તે આરોગો ને હમેશાં અત્ર પધારવાની કૃપા કરજો.” બેરાગી બોલ્યોઃ “બાઈ, હમ રમતે રામ ! હમકું કીસકી પરવાહ હૈ ? હમ કીસીકા ભેાજન લેતે નહિ, સ્વયંપાકજ કરતે. ઈચ્છા હોય તો કૂછ દે, નહિતર હમ હમારે રસ્તે લગેગા. દેવી - બડીબાઈ - કલ્યાણકારી જાનકર સવાલ દાલા હૈ; તેરી મરજી ચાહે તો સુન, મત સુન, જેસી તેરી ઇચ્છા.”

“નહિ મહારાજ આપે તો એ પ્રસાદ આરોગી મને કૃતાર્થ કરવી જરૂરની છે;” અતિ નમ્ર વેણે બાઈએ કહ્યું, “આપ શહેરમાં કેટલા દિવસ રહેશો ?” બહિરજી, જે આ સ્ત્રીના સૌંદર્યથી ને બોલવાની છટાથી મોહ પામી ગયો હતો. તે વાત કરવાનો પ્રસંગ મળ્યો જાણી, એકદમ બોલી ઉઠ્યો. “હમ તો કલ એ શહેર છોડકર ચલનેકા ઈરાદા રખતા, એાર કલ્યાણી જાયગા, વહાં હમેરા મહારાજા શિ-”

આ વાક્ય પૂરું ન થાય, તેટલામાં તો બેરાગીએ બે ત્રણ તમાચા અને પછી ધક્કો મારી બે ત્રણ લાત, તે મરાઠાને ઝાડી કહાડી; ને તેનો અતિસેં તિરસ્કાર કરતાં જોરથી હાથ પકડીને ઘસડી દરવાજા