પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
બેરાગી

ઓર મેરા શીર કટવાયંગી. તુને અમેરી રોટી ખાઈ, ઓર હરામ કી ! સયતાન ! ભાગ, અબ જલ્દી ભાગ ! તેરા ઓર મેરા દુસરા માર્ગ નહિ હૈ. કમબખ્ત ! તેરે ખાતર હમકું હમેરી મઢુલી છોડની પડેગી. ચંડાલ ! તુઝે ક્યા માલુમ હે કે મલેચ્છકા રાજમેં કયા ગઝભ હોતા હૈ ?”

“ક્ષમા, ક્ષમા!” બહિરજી પગે પડી બોલ્યો. “મેં ઘણો અઝીમ ગુન્હો કીધો છે, હું ગુન્હેગાર છું. મહારાજ ચાહે તે કહો, હું તમારો તાબેદાર છું ! તમારા ને મારા પોતાના નાશને માટે મેં કંઈ પણ વિચાર કીધો નહિ, હું તે સ્ત્રીના હાવભાવ ને લટકાથી મોહી ગયો, મહારાજ, તમે પણ તેનાપર ફીદા થયા હશો. તેના જેવી સૌંદર્યવાન્ સ્ત્રી તો અમારા આખા મહારાષ્ટ્રમાં નથી, તેવી સુંદરીને જોતાં હું ભ્રાંતચિત્ત થાઉં, તેમાં આશ્ચર્ય જેવું કશું નથી.”

“અહા ! ઐસા ! ઐસા હૈ બદમાસ ! કુત્તા !! ગધીકા ગદ્ધા !” પોતાના પંથને નામોશી લાગે તેવું આચરણ જોઈને ક્રોધમાં બેરાગી મેાટી બુમ પાડી ઉઠ્યો. એ પોતે ઘણો નિખાલસ હતો તેથી, તેમ જ સંતવૃત્તિ તરીકે અને ધર્મની મહત્તા માટે, એને પોતાને માયિક પદાર્થ ઉપર કશી પણ પ્રીતિ નહોતી. તેણે બહિરને અચ્છી શિક્ષા પ્રથમ આપી હતી કે, આ વર્તણુકથી જ હમેશાં વર્તજે, કે કદી પણ ધન જોઈને મોહ પામવાનાં ચિહ્ન બતાવતો નહિ; કદી પણ સ્ત્રીની તરફ તિરસ્કારની દૃષ્ટિ વગર જોતો નહિ - જો કે તારી વૃત્તિ ઉલટી હોય તોપણ. “ઓ હરામજાદા ! તુને મેરા કહેના સુના નહિ, ઈતનાંહી નહિ, લયકીન મેરા ઓર તેરા શિર કટવાનેકા રસ્તા લીયા ! ઔર જો બેરાગીકે ઘરમે ખાયા, ઉસકા પણ શિર કટવાનેકા રસ્તા લીયા ! તેરા રામદાસ સ્વામીને એસા બોધ દિયા હૈ સાલે સયતાન ! તુજકો સેતાનને ફસાયા કે ભૂતને ઘેરા થા. ઓ બડી ચંચલ જાત, એાર તું તો સહજ બોલા, લયકીન વો તો બડી ખબરદારીસે તેરે સામને દેખતીથી. ઉસસે મુઝે માલુમ હોતા હૈ કે નવાબકી ફોજ આકર તુઝે ઓર મુઝે અબી મુસકાટાટ કરકે લે જાયેગી.”