પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
શિવાજીની સુરતની લૂટ


“મા બાપ, મને બચાવો !” ઘણા ધ્રુજતા અવાજે નાયક બેાલ્યો; કેમકે જે મોટી મોટી આશાના ખ્યાલમાં, હવાઈ કિલ્લા બાંધ્યા હતા, તે તો જોતજોતામાં ગગડી પડેલા હવે એને દેખાયા, “શું હું એક નિર્દોષ એમનો એમ માર્યો જઈશ ? મારો રક્ષણકર્તા ઘણો દૂર છે, અહીંઆ મારો રક્ષક હમણાં કોઈ નથી, માત્ર ઈશ્વર ને ઓ મહારાજ, તમે જ છો. હું એક બ્રાહ્મણ છું ને મારી રોટલી ભિક્ષા માંગીને પેદા કરું છું, ને મને આશા છે કે બ્રાહ્મણને કોઈ પણ હેરાન કરશે નહિ ! કોઈ પણ હિંદુ, બ્રાહ્મણ તરફ માનથી જોય છે ને હું બ્રાહ્મણને મરતો, એક દૂરની વિક્રાલ ભૂમિમાં, તમે કોમળ મનવાળા જોશો નહિ. દૂતના કાર્યમાં મારા જેવો ગાફેલ માણસ ન જોઈયે ને હવે હું કદી પણ એવા કાર્યમાં ભાગ લઈશ નહિ;” એમ બોલી પોતાના કાન ચીમટાવ્યા ને ઉંચા હાથ કરીને ઈશ્વરની પ્રાર્થના કરવાનું ડોળ ઘાલ્યું, “હે પંઢરીનાથ વિઠોબા ! તું મને બચાવ. ઓ જગન્નિયંતા પરમ પ્રભુ પરમાત્મા ! માત્ર તારો ને રામદાસ સ્વામીનો જ મારે આશરો છે, આ આર્યભૂમિમાંથી સધળા મ્લેચ્છોને કહાડવાની જે કમ્મર શિવાજી મહારાજે કસી છે, તેમાં તું સહાય નહિ થશે તો કોણ થશે ?” પછી હનુમંતના દેવાલય તરફ નજર કરી, બજરંગની સહાયતા માંગી ને લગાર ઠંડો પડી બોલ્યો; “ પરદેશીની ભૂમિમાં રીતભાત ને ભાષાથી અણજાણ હું છું ને મહારાજ, તમારા શિવાય મને બીજાનો આશરો નથી. તમારા પગની રજ છું - તમારો ગુલામ છું - મારું રક્ષણ કરશો તો તમને ભૂલીશ નહિ.”

“અબ કરના ક્યા હૈ બચ્ચા !” મહારાજે નરમાસ ભરેલી વાણીથી પૂછ્યું, “વોતો બોલ ! ઈધર રહેના અચ્છા નહિ હૈ. ઈધરસે તો અબકાઅબ જરૂર ભાગના ચૈયે.”

“હવે તો મરાઠાની છાવણીમાં જઈ પડવાની ઘણી અગત્ય છે ! ત્યાં જ આપણું રક્ષણ થશે ને ત્યાં જ સલામત રહીશું. જો અધવચ