પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
શિવાજીની સુરતની લૂટ

હથિયાર લેવા દોડ્યા; પાંચ પચીશ ટોળે મળી એક ઘરમાં ભરાવાને, એક નાકેથી બીજે નાકેના ઘરમાં જતા જણાયા; હાથમાં જોખમના પોટલા ને નાનાં બાળકોને ઘસડતાં જતાં હતાં. કેટલાકોએ પોતાનો માલ ભેાંયરામાં ભર્યો, કોઈએ કૂવા કે તાંકામાં નાંખો, કેાઈએ ચુલા નીચે દાટવા માંડ્યો. ગરીબ ગુરબાએ જમીન ખેાદી ધનમાલ દાટવા માંડ્યા; ને કેટલાક તીસમારખાંઓ બેાલવા લાગ્યા કે, “હમ નવાબ કે બચ્ચેકું કોન લૂટનેવાલા કાફિર હૈ !” તે વિચારથી પાંચ પૈસાનો માલ હોય તે ખુલ્લો રાખવા લાગ્યા. નાણાવટીએાએ પોતાના બચાવ માટે અંગ્રેજની કોઠી ભણીનો રસ્તો લીધો; શહેર ને પરાંઓની ખડકીએા બંધ થઈ ગઈ. ધડાધડ બુરાનપુરી વગેરે બારે ભાગળેાના દરવાજા પણ બંધ થઈ ગયા. વલંદાની ને અંગ્રેજની કોઠી આગળ સાહુકારોનો જમાવ એટલો થયો કે, તલભાર જવાની જગ્યા રહી નહોતી. સઘળા સાહુકારો કંઈ પણ જોખમે પોતાનો માલ એ કોઠીમાં રક્ષણ થાય, તે માટે મૂકવા તૈયાર હતા. કોઠીદાર અંગ્રેજ તેમ વલંદા ઘણા ગુંચવાડામાં પડી ગયા. શું કરવું તે તેમને પણ સૂઝે નહિ, તેઓને પોતાના ધન તથા માલના રક્ષણની જ મોટી ચિંતા હતી. અંગ્રેજ કે વલંદા, પોતાનું જ રક્ષણ કરવાને સશક્ત નહતા, પણ હિંમતવાળા ને હથિયારબંધ હતા, તેથી પોતાના માલમતાની બરાબર ગોઠવણ કરી દીધી હતી. પહેલ વહેલાં તો સૌ સાહુકારોનો માલ લેવાને તેઓએ ના પાડી; પણ જ્યારે કેટલાકોને રડતા કકળતા જોયા એટલે દયા લાવી, એક સરતે સઘળા વેપારીનાં ધન અને માલ લેવાને હા કહી. તે સરત એ કે, કદાચિત્ શિવાજીનું લશ્કર સઘળો માલ લૂટી જાય તો તેના જોખમદાર અમે નહિ. જો માલ બચે તો સેંકડે દશ ટકા એમાંથી સચવામણીના કાપી લઈએ. મને કે કમને સર્વેએ વાત કબુલ કરી. તે જ ક્ષણે આસરે દોઢથી બે કરોડનું જરિયાન તથા જવાહીર કોઠીમાં આવીને પડ્યું. રોકડ તો જૂદી જ. વલંદાની કોઠીમાં પણ તેવા જ પ્રકારે જોખમ