પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
ઘેરો

રાખવામાં આવ્યું, આમ આખા શહેરમાં મોટો હાહાકાર વર્તાઈ રહ્યો. સૌ કોઈ પોતપોતાનાં બૈરાં છોકરાં સાથે ઘરમાં ભરાઈ બેઠા. રસ્તાપર થોડે થોડે સમયે માત્ર ઘોડાએાનાં પગલાં સંભળાતાં. તે વગર બીજો કંઈ અવાજ નહતો. રાતના ચંદ્રપર વાદળાં છવાઈ ગયાં હતાં ને તે પણ આવનારા ભયથી અપ્રસન્ન થયો હોય તેવો જણાતો હતો.

જેવા શહેરના દરવાજા બંધ થઈ ગયા, તેવું જ મરાઠાનું ધોડેસ્વાર સૈન્ય શહેર બહાર કડેડાટ આવતું જણાયું. ચપળ પગલાં ઉપાડતા હારદોર ઘોડા ચાલ્યા આવ્યા ને દિલ્લી, સહરા, માન ને નવસારીના દરવાજા બહાર તેઓ ફરી વળ્યા. ઘણા કદાવર ઘોડાપર લૂટારાનો સરદાર શિવાજી હતો. તેની એક બાજુએ બહિરજી, હરપ્રસાદ, ને બીજી બાજુએ મોરો ત્રીમલ ને તાનોજી માલુસરે હતા. શહેરની નજીક આવતાં ઘોડેસ્વાર લશ્કરને છ ભાગમાં વહેંચી નાંખ્યું ને દરેક ભાગ ઉપર બીજા કેટલાક સરદારો નીમ્યા, પાંચસો પાંચસો માણસની વ્યુહ રચના થયા પછી બાકી રહેલું એક હજાર માણસ શિવાજી પોતાની સાથે લઈને નવાબના મહેલની બાજુએ આવ્યો. બહિરજી તથા હરપ્રસાદ, શહેરનો વચલો ભાગ લૂટનારી ટુકડી સાથે હતા.

જ્યાં રાતના નવ વાગ્યા કે તમામ લશ્કર શહેરની આસપાસ ફરી વળ્યું. ભય ને ત્રાસ સર્વત્ર પથરાઈ ગયો. નવાબના મહેલમાં પણ જેવું તેવું ભય નહોતું. ત્રણસો આરબ પઠાણોને ઉત્તમમાં ઉત્તમ શસ્ત્રો આપી તૈયાર રાખ્યા, પૂર્વે કહી ગયા તેમ નવાબની સ્થિતિ એ જ વખતે અતિસેં બગડી ગઈ હતી, તેને પોતાના દેહનું ભાન નહતું, તો આવા બારીક સમયમાં તે લોકોનું સંરક્ષણ શી રીતે કરી શકે ? તેથી મોતી ઘણી સાવચેત રહીને પોતાના માથાપરનો બોજો કેટલો અસહ્ય છે તે વિચારી, સર્વ પ્રકારનું જોર એકઠું કરીને તેણે શહેરનું રક્ષણ કરવાનો નક્કી ઠરાવ કીધો. સધળા દરબારીઓ, જેઓ આવે સમયે કંઈ પણ સહાય આપી શકે તેમની એક મંડળી બેલાવી રાત્રિના દશ