પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
શિવાજીની સુરતની લૂટ

વાગી ગયા હતા. ઘણા ફીકરમંદ ચહેરાથી સાડાદશ કલાકે દશેક કારભારી આવી પહોંચ્યા. આદર સત્કાર આપવામાં એવે સમયે મોતી પાછી પડે તેમ નહતું. પોતે તદ્દન દૃઢ છે, એમ બતાવતી તે ટેબલને મોખરે બિરાજી અને આસપાસ એક તરફ ચાર હિંદુ-બે નાગર ને બે કાયચ-અને બીજી તરફ પાંચ મુસલમાન અમીરો બિરાજ્યા.

સદ્‌ગુણી સ્ત્રીના ગૌરવની જે શોભા છે, તે તેનામાં રહેલા કોઈ એક પ્રકારના સદ્‌ગુણની પ્રતિમા છે. સ્ત્રીના સદ્‌ગુણની શરુઆત ને અંત સર્વસ્વ, વાસ્તવિક રીતે સદ્‌ગુણમય પ્રેમમાં છે. પ્રેમનાં કાર્ય આદરવાનાં હોય છે, ત્યારે સ્ત્રીઓ ઘણી સુખી દેખાય છે અને તે જો શુદ્ધ મન અને વિચક્ષણ બુદ્ધિથી થઈ શકે તો તેની અપૂર્વ સ્તુતિ ગવાય છે. જ્યારે સ્ત્રીનો પ્રેમ કોઈ એકાદ બાજુએ ઢળે છે, ત્યારે તે જગ્યા સ્વર્ગ તુલ્ય બને છે અને સ્ત્રીઓમાં જે જે પ્રેમની રચનાનો યંત્ર ગોઠવાયો છે, તેથી તેઓને હાથે જે જે કાર્યો થાય છે તે સધળાં ઘણાં અલૌકિક દબદબાવાળાં થાય છે, સદ્‌ગુણમય સ્ત્રીનું તેજોબિંદુ, તેની વાણીમાં મીઠાશ, હરવા ફરવામાં છટા અને નજર નાખવામાં તીક્ષ્ણ શક્તિ છે. એવી છતાં જ્યારે તે દેશસેવામાં ભક્તિભાવથી પ્રેમ બતાવે છે, ત્યારે તેજોબિંદુ, કોઈ પણ પ્રકારે તેની દિવ્ય શક્તિમાં ઉણું કરતો નથી - વધારો કરે છે. સ્ત્રીઓને સ્વતંત્ર રીતે કામકાજ કરવામાં ભાગ આપવામાં આવે તો તે પોતાનું કામ ઘણી સારી રીતે કરી શકે; કેમકે તેનો પ્રેમ જે તરફ ઢળે છે, તે તરફ કંઈ પણ એાછપ રાખતું નથી. ઘણું કરીને પ્રાચીનકાળથી એમ કહેવાય છે કે, “સ્ત્રીની મતિ પગની પેનીએ !” તેની શક્તિ શી, બુદ્ધિ શી, સલાહ શી ! તો પણ કહેવું જોઈયે કે, સ્ત્રીઓએ પ્રેમના આવેશમાં જે મોટાં કામ કીધાં છે, તેના જેટલાં યશાળાં કામો પુરુષ ઘણે શ્રમે કરી શક્યા છે. મુસલમાનના રાજકાળમાં, જનાનું સેવતી, મુસલમાન નવાબની બેગમે, સંકટ સમયે ખુલ્લું દરબાર ભરી, દરબાર મંડળમાં ભાગ લીધો, તે જાણીને વાંચનારા