પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
ઘેરો

વિસ્મય પામશે. મુસલમાનો તો હમેશાં જનાનો સેવનારા છે, તે આટલી છૂટ શી રીતે આપી શકે ? પણુ ગ્યાસુદ્દીન રૂમી જાતે ઘણો છુટા વિચારનો, સમજુ અને દાનો હતો. તે જેટલો હતો તેના કરતાં વિશેષ તેની પત્નીએ તેને બનાવ્યો હતો. તથાપિ મુસલમાનોમાં જે આળસ ને મોજશોખના દુર્ગુણ હોય છે, તેથી એ બાતલ નહોતો. સ્ત્રીને છૂટાપણું આપવામાં તે ઘણો અગાડી પડેલો હતો, ઘણી વેળાએ તેણે પોતાના દરબારીઓની મજાક કીધી હતી કે, "જેનાં બૈરાં અંધારી કોટડીમાં રહેનારાં હોય, તેનાં ફરજંદો પણ તેવાં જ બાયલાં થાય. સ્વતંત્રતા જ સર્વે સુખનું સાધન છે; તે પડતીમાંથી ચઢતીમાં લાવવાનો સુલભ માર્ગ છે. સ્વતંત્ર થયલાં સ્ત્રી પુરુષ, પ્રેમમાં જે સુખ ભોગવે છે, તેવું બીજા ભોગવવાને અશક્ત છે, ને તેના પુત્રો સ્વતંત્ર સુખના લહાવા લેવાને કેમ ભાગ્યવંતન થાય !” આવી રીતિથી મોતી બેગમને સર્વ પ્રકારની સ્વતંત્રતા મળી હતી. છચોક તે બહાર ફરવા નીકળતી હતી - જો કે આ રીવાજને કેટલાક અમીર ઉમરાવો ધિક્કારતા હતા, તો પણ નવાબની સામા બોલવાની હીંમત કોની ચાલે ?

દરબારીઓ દશ મિનિટ સુધી અબોલ રહ્યા, કોઈએ પણ ચુપકીદી તોડવાની હીંમત કીધી નહિ; અગરજો આ વખતે નવાબના સ્થાનક ઉપર એક સ્ત્રી બેઠી હતી.

“મારા દરબારીઓ !” સધળી શાંતિ તોડી નાંખી, શોક, ચિન્તા ને ભય મુખપર છવાઈ રહ્યા છતાં, હીંમતથી મોતી બોલી; “તમે જાણો છો કે, આપણા નગર ઉપર આજે જે આફત આવી છે, તેને માટે મારી પૂરી સાવચેતી છતાં, કમભાગ્યે તેમાં નિષ્ફળ થઈ અને એ નધારેલું સંકટ પ્રાપ્ત થયું છે, એને માટે આપણે શો બંદોબસ્ત કરવો, તે તમે સૂચવશો.”

“આપણે આપણા નગરનો બચાવ કોઈ પણ જોખમે કરવો.” અમિર નવરોઝે પોતાના વૃદ્ધપણાના ડોળથી, ડાઢી હલાવતાં હલાવતાં