પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
શિવાજીની સૂરતની લૂટ

કરતાં આવડે છે, તે પ્રમાણિકપણાનું ડોળ ઘાલવામાં ચતુર છે, પણ અંદરથી તેનાં કૃત્યો એવાં તે કાળાં મેંસ જેવાં હોય છે કે, જ્યાં સુધી કોઈ વિદ્વાન વૈદરાજ તેનાં કાળજાં કાપીને બતાવે નહિ, ત્યાં સુધી તેને ખ્યાલ પણ આવે નહિ. નાગર દિવાન મોટું ત્રિપુંડ કરતો, ભેંસ ભડકે તેવી રાખ ચોળતો, દોઢ મણ ભભૂતિ કપાળપર ચોળતો. પણ તેના જેવો અધમ પાપી બીજો સુરતમાં નહિ હશે. “મુખમાં રામ બગલમાં છૂરી, ભગત ભયા પણ દાનત બૂરી” તેમ ગૂજરાતમાં ઘણાં રાજ્યોનું સત્યાનાશ વાળનાર નાગરો છે ! કરણને પાયમાલ કરવાનું કારણ નાગર થઈ પડ્યો હતો. આજે સુરતને પાયમાલ કરવા પણ નાગર તૈયાર થયો છે અને સુરતને વેચનાર પણ નાગર હતો.

નવનીતલાલ દીવાને શિવાજીના પત્રથી લોભાઈ વજીર સાથે વાતચીત કીધી; અને એમ ઠર્યું કે જેવો શિવાજી આવે કે નવાબને મારી નાંખીને શિવાજીને દંડ આપી તાબે થવું અને ગાદીપર ચઢી બેસવું.

મોતી બેગમ જાતે અતિ ચંચળ હતી. તેણે વજીરની રીતભાતપર શકની આંખથી જોવા માંડ્યું હતું. આ તે નિયમ છે કે પાપી માણસ હમેશાં જ બિહતો રહે છે, તેમ વજીરે પણ સાવધ રહેવા માંડ્યું હતું. જે દિવસની આપણે વાત કરીએ છીએ, તે દિવસે તેને ખબર હતી કે, આજે શિવાજીની ચઢાઈ આવનારી છે, ને તે લૂટફાટ કરવાને તત્પર છે; તેટલામાં આપણું કામ કહાડી લઈયે અને તે દુષ્ટ વિચારથી દારૂના ગ્લાસમાં કંઈક કેફી વસ્તુ નાંખી નવાબને બેભાન કીધો હતો.

જે બે જાસૂસ વજીર પાસે આવ્યા હતા, તેની પછાડી મોતી બેગમે પોતાના જાસૂસોને મોકલ્યા હતા, તેઓ છુપે વેશે તેની પછાડી ગયા હતા. પ્રથમ જાસુસોએ રસ્તામાંથી શહેર બહાર જવાનો વિચાર કીધો, પહેલાએ બીજાને કહ્યું: “સૈૌથી સારો તડાકો આપણે છે, જો વજીર, નવાબની ગાદીએ બેસે તો તેઓએ મને ત્રણ ગામ બક્ષીસ આપવા કહ્યાં છે.” બીજે લોલ્યો; “દિવાનજીએ પણ મને સારી