પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
શાહ આત્મારામ ભૂખણ તે કોણ?

આશા આપી છે; ને તેની જામીનગીરીમાં આ મહારાજા શિવાજીનો પત્ર આપ્યો છે. એ જો હું કોઈને પણ આપું તો દિવાનજીના મહાબુરા હાલ તાત્કાળ થાય.”આમ બોલી પોતાના ખીસામાંથી કાગળ કહાડ્યો ને તે પોતાના સોબતીને વંચાવ્યો. એકદમ મોતીના દૂતે તેઓની સમક્ષ જઈને તે પત્ર માગ્યો. બંને જાસૂસો તો આભા જ બની ગયા. તેઓ ઘણા ગભરાટમાં પડ્યા. પણ બીજાએ હીંમત લાવી પોતાના ગજવામાં કાગળ મૂકવા માંડ્યો, એટલે નવાબી દૂતે તેના હાથપર પોતાનો હાથ મૂકી કહ્યું: “દોસ્ત, યાદ રાખ કે તારો જાન સલામત છે, જો આ પત્ર મારા હાથમાં આપશે તો;- પણ વધારે ગડબડ કીધી તો કંઈપણ સાંભળ્યા વગર હમણાં જ કાપી નાંખવાની સત્તા ધરાવું છું.” આમ બોલી રહ્યા પછી એકદમ પોતાના ગળામાંથી એક સીસોટી કહાડી વગાડી ને બે મીનીટમાં ત્રીસ ઘોડેસ્વાર તેની આસપાસ ફરી વળ્યા, ખેાજો દૂત, જેનું નામ સેનાદીન હતું, તેણે હુકમ આપ્યા કે, “આ બંનેને પકડીને એકદમ કાળી કોટડીમાં લઈ જાઓ, હું ત્યાં હમણાં આવી પહોંચું છું.” એકેક સ્વારે બંનેને પોતાના ઘેાડા૫ર બેસાડી એકદમ કાળી કોટડીમાં લઈ જઈને પૂર્યા, બંને જાસૂસોને જેલમાં નાંખ્યા કે પછી તેઓ થોડીવારે સ્વસ્થ થયા. સેનાદીને બેગમને આવીને સવિસ્તર હકીકત કહી. બેગમે પોતાના આપ્ત મંડળના મંત્રીને બોલાવી વિચાર કીધો, કે હવે શું કરવું? જે પત્ર શિવાજીએ દિવાન અને વજીર ઉપર મોકલ્યો હતો, તે જોઈને તેમના કાવતરાં માટે સંશય રહ્યો નહિ. આપ્ત મંત્રી ઘણે લાંબો વિચાર કરીને કંઈ બોલવા ગયો પણ તેટલામાં મોતી બોલી-જે આટલો વખત પેલા પત્રપર જ નજર કરતી હતી.

“એ બેરહેમ પ્રભુ, મારું શું થશે ?” ઘણી ચમકીને ડચકીયાં ખાતી ખાતી તે બોલી. “આ બને યમદૂત રાજ્યનું લૂણ ખાઈને હરામ કરે છે ને તે વળી સૂર્યપુરની ગાદીપર - જાણે ઈંદ્ર શચિને લઈને