પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
શિવાજીની સૂરતની લૂટ

બેસે તેમ, મને લઈને બેસવા ઈચ્છે છે, અરે ! કમભાગ્યે એમ બન્યું તો ઓ ! હું શું કરીશ ?”

“બેગમ સાહેબા ! તમે બીહીશો નહિ !” ભાઈ જેવા પ્યારથી આ હિંદુ બોલ્યો, તે જાતે ઘણો નમ્ર ને કોમળ મનવાળો તરુણ હતો. “જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી તમારે કોઈપણ પ્રકારે ડરવાનું નથી; હું કોઈ પણ પ્રકારે તમારું તો રક્ષણ કરીશ જ, એટલું જ નહિ, પણ મારી માતૃભૂમિનું પણ રક્ષણ કરીશ !”

“પણ તું જો, આ પત્રમાં શું છે તે;” મોતીએ પોતાના હાથમાંનો પત્ર તેના હાથમાં આપીને કહ્યું.

“મને સર્વ માલમ છે !” ધીમેસથી આ હિંદુ બોલ્યો. “પણ વજીર હમણાં ક્યાં છે ? તેને ઘણો જલદીથી પકડીને તાબે કરવા જોઈયે. જો તે છટકી જશે તો-”

“તે આપણા તાબામાં આવ્યા છે ને મહેલના ભોંયરામાં હમણાં પોતાના પાપનો પસ્તાવો કરતો બેઠો છે !” અકસ્માત ઓરડાનું ખાનગી બારણું ઉઘડ્યું ને ખેાજા થુમરુરે કહ્યું: “જનાબના હુકમથી હું એકદમ વજીર પછાડી દોડ્યો; અને મને એમ ભાસ્યું કે તે પોતે દરવાજા બહાર શહેર છોડી જાય છે. થોડે ગયા પછી, તેણે આસપાસ દૂર લગણ કોઈ માણસને માટે નજર કીધી, પણ કોઈ જણાયું નહિ, ત્યારે તે થોભ્યો. મને લાગ્યું કે તે કોઈ બીજાની રાહ જોતો હતો. પાએક કલાક વીત્યો ને કોઈ ન આવ્યું ત્યારે તેણે ઘોડાને એડ મારી; પણ ઘણે લાંબેથી ઘોડો દોડાવીને હું તેની પાસે ગયો. મેં તેને જણાવ્યું કે; “ખુદાવંદ ! આપ પાછા ફરો ! આપ મારા બંધીવાન છો ! જો કોઈ પ્રકારે લાંબી ટુંકી કરશો તો એક ઝટકે છપ્પન ટુકડા કરી તમને સોનાની શૈયામાં પોઢાડવાને બદલે ડુક્કરને ખાવા માટે મૂકીશ ” હું આટલું બોલી ન રહ્યો, તેટલામાં તો વજીરે સમશેર ખેંચી કહ્યું: “અલહમદીલુલા ! એ કુત્તા સમાલ ! મારી સમશેરનો ઘા, અને પછી તારા પૃથ્વીનાથના