પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
ઘેરો

હુકમની બજાવણી કર !” તે જ ક્ષણે પોતાની સમશેરનો ઘા તેણે મારા પર કર્યો, પણ “અલાહી હાફેઝ,” તે મેં ચૂકાવ્યો ને ઉલટો ઘા મારો પડવાથી તેની સમશેર હાથમાંથી ઉડી ગઈ ને તે તાબે થયો, તેને મેં સાથે લીધો ને હથિયાર વગરનો બનાવી, કંઈ પણ ચેં કે ચું કર્યા વગર જ્યાં સૂધી તેને ભોંયરામાં ગોંધ્યો નહિ ત્યાં સુધી તેણે એક પણ શબ્દ ઉચ્ચારવાની હીંમત કીધી નથી. તેના ખીસામાં જે કાગળોનો જથ્થો. હતા તે, સરકાર! આપની હજુર મૂકુ છું, આપ તપાસો.”

ત્યાં બેઠેલા હિંદુએ સઘળા પત્રો વાંચી જોવાને બેગમ સાહેબા પાસેથી માગી લીધા. બેગમે કંઈ પણ આનાકાની વગર ઘણી ખુશીથી આપ્યા અને તે હિંદુએ જણાવ્યું કે, “જે બે જાસૂસને કેદ કીધા છે, તે બન્નેની હું જેલમાં જઈને તપાસ કરું છું અને કંઈ વિશેષ હકીકત મળશે તે લઈને પાછો સત્વર આવું છું.” બેગમે સર્વ પ્રકારની રાજસત્તાનો ઉપયોગ કરવાની તેને પરવાનગી આપી ને પોતાની રાજ્ય મહોર જેવી વીંટી પણ તેને સોંપી – કે જેથી કંઈ સંકટ સમયે તેનો ઉપયોગ કરવો હોય તે તે કરી શકે.

જે હિંદુ ગૃહસ્થને આપણે આ સ્થળે જોયો, તે એક શૂરવીર અને રણધીર નાગર બચ્ચો જ હતો. તેની વય માત્ર ત્રીસની હતી ને તે બેગમનો હમેશનો ખાનગી સલાહકાર હતા. તે દેખાવે ઘણો ગંભીર અને વિચારમાં પુખ્ત હતો, જુવાન સ્ત્રી પુરુષો ઘણું કરીને અતિશય પ્રેમાળ હોય છે, તેવો જ એ પણ હતો. જ્યારે મોતી બેગમ બાળવયમાં હતી ત્યારે એ તેનો શિક્ષાગુરુ હતો. ઘણું કરીને બન્ને જણનો વાતના પ્રસંગથી એટલો તો ઘાડો પ્રેમ બંધાયો હતો કે, એક દિવસે સુરલાલે પોતાનો પ્રેમ છચોક બતાવ્યો. મોતી પહેલ વહેલી તો ચમકી, પણ તેનું મન આકર્ષાયું હતું, તેથી જણાવ્યું કે, 'જો મારાં માતાપિતા કબુલ કરે, ને તું અમારો ધર્મ સ્વીકારે તો કંઈ પણ મારા તરફની હરકત વગર તારી સાથે નેકાહ પઢીશ. પણ એ જો ન બને તો ફરીથી એ