પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
ઘેરો


“હું આપની સત્તાને માન આપવાને ધર્મથી બધાયલો છું. હું તાબે છું." ઘણે ધીમેસથી દિવાન બોલ્યો; અને સૌની અગાડી દિવાનને લઇને સર્વે દરબારીઓ સુરલાલના રક્ષકો સાથે દિવાનખાનામાં આવ્યા.

સૌ પોતપોતાની જગ્યાએ બેસી ગયા, દિવાન જીવતો મુવા જેવો થયો હતો. તેણે પોતાનું મરણ સમીપમાં જોયું, હવે બચવું એ માત્ર પ્રભુકૃપા વગર બીજું કંઈ નથી, એમ તેણે સ્પષ્ટ જાણ્યું, શાહજાદો નવરોઝ દિવાનની સામી જગ્યાપર બેઠો હતો, તે મૂછપર તાવ દેતો બોલ્યોઃ-

“કેમ કુત્તા! તેં ક્યાં નાસવાનો રસ્તો લીધો હતો? કાલે સવારના મહેલને ખેદાનમેદાન કરનાર હતો તે કરશે કે બકી જ જશે ?”

“તમારે વધારે બોલવાની જરૂર નથી.” બેગમ બોલી, “શાહજાદા નવરોઝ ! તમે જાણો છો કે આપણે મોટા સંકટમાં છીએ, તે પ્રસંગે જેમ બને તેમ સલાહસંપથી કામ કહાડી લેવું જોઈએ.” દિવાન તરફ ફરીને બેગમે જૂદી જ છટામાં કહ્યું: “દિવાનજી આ૫ અમારા ને પ્રજાના રક્ષણ કરનારા છો, તેથી તમને શિવાજી સાથે મળી જવું ઘટે નહિ. તમારે જાણવું હતું કે, આ નવાબી જેટલી સુખદેણ છે તેટલી મરેઠી થનાર નથી. તમે જણાવશો કે શિવાજીથી આ શહેરને બચાવવાનો ઈલાજ શો છે ? સધળો આધાર પ્રધાનપર હોય છે. સતરંજની રમતમાં પણ પ્રધાન મુખ્યત્વે કરીને સૌનું રક્ષણ કરે છે, તો સર્વનું રક્ષણ કરવાનું જોખમ તમારા શિરપર આવી પડ્યું છે. માત્ર તમારી સલાહથી જ વર્તવું, એવો મારો દૃઢ નિશ્ચય છે.” આમ કહેતાંની સાથે મોતીએ નજર ફેરવી શાહજાદા નવરોઝને સાનમાં જણાવ્યું કે, એનો જવાબ મળે ત્યાં સૂધી થોભજો.

“આપનો હુકમ હોય તે બજાવવાને હું તત્પર છું;” બેગમનું દાવપેચનું બોલવું સમજ્યા વગર દિવાને જણાવ્યું, મારા ઉપર વિનાકારણે જે બટ્ટો મૂકવામાં આવ્યો છે તેમાંથી મને મોકળો કરવો, એવી પ્રથમ મારી બેગમ સાહેબને વિનંતિ છે. હું કોઈપણ દિવસે શિવાજીનો પક્ષ ખેંચતો નથી, શિવાજીને હાથે શહેર લુટાય તે જોવાને કોણ