પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
ઘેરો


તુરત દિવાને શિવાજી સાથે જે પત્રવ્યવહાર ચાલ્યો હતો, તેની સઘળી હકીકત જણાવી અને તેમાં વજીર ને બીજા બે કારભારી સામેલ હતા તેનાં નામ જણાવ્યાં, તેણે વધુ કહ્યું કે, “સધળા દરવાજાના ચોકીદારોને ફોડેલા છે, તે હવે થોડા વખતમાં દરવાજા ઉઘાડી નાંખશે અને શહેરમાં લશ્કર દોડી આવશે, માટે તેનો ઈલાજ જલદી થવો જોઈયે, જો તેમ નહિ બનશે તો હું નથી ધારતો કે, આપણી જીંદગી સલામત રહી શકશે.”

“પણ મને કહે, ઓ પાપિષ્ઠ દિવાન ! બચવાની આશા જરાએ નથી ?” નિરાશ મુખડે ગભરાતી બેગમ બોલી; “નવરોઝ ! મને નથી સમજાતું કે હવે શેનો ઈલાજ લેવો, ને આ કયા પ્રકારનો માણસ છે!”

“અમે કોઈ પણ પ્રકારે યત્ન કરીશું;” સૈન્યાધિપતિ બોલ્યો, “દિવાનને કેદમાં મોકલો, એ છૂટશે તો કરેલી મહેનત વૃથા થશે, પણ હવે તૈયારી રાખીને બેસજો.” અને પછી તેણે સઘળા અમીર ઉમરાવને નિરાશાથી કહ્યું કે, “જો બને તે સૌએ દરેક દરવાજે જઈને દરવાનેને અટકાવવા.” આમ બોલીને દરબાર બરખાસ્ત કીધી. મોતી ધ્રૂજતી ધ્રૂજતી પિતાના મહેલમાં જઈ નિ:શ્વાસ નાંખતી છત્રપલંગપર આંસુ ઢાળતી પડી. સઘળા અમીર ઉમરાવો ઘોડાપર બેસતા બારે દરવાજા તરફ દોડ્યા.