પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૬૮


પ્રકરણ ૮ મું.
શહેરમાં ચાલેલી લૂટફાટ

ક્ષિતિજમાં ઝઘડો ચાલુ થયો હતો. સૂર્ય ને અંધકાર લડવાને તત્પર થયા હતા, તે પહેલાં શહેર બહાર શિવાજીનું ઘોડેસ્વાર લશ્કર પડેલું હતું ત્યાં છાવણીમાં શું શું થાય છે તે હવે જોવા જઈએ રાત્રિના બે વાગ્યા, પણ દિવાન કે વજીર કોઈની તરફથી કંઈ પણ સંદેશો આવ્યો નહિ, ત્યારે શિવાજીએ પોતાની મંડળી બોલાવી શા ઉપાય લેવા, તે વિષે વિચાર કરવા માંડ્યો.

“મોરો ! હવે કરવું શું ?” શિવાજીએ પૂછ્યું, “શહેરમાં પેસવાનો માર્ગ કંઈ સુગમ નથી; ને હજી સુધી કોઈપણ પ્રકારની સહાય મળે તેવાં ચિહન જણાતાં નથી. આપણી પાસે કોટ૫ર ચઢવાનો સામાન નથી કે હલ્લો કરીએ; તેમ વખત અનુકૂળ નથી કે લાંબો સમય ઘેરો ટકાવી રાખીએ. તાત્કાળ થાય તેવો કંઈ ઉપાય છે ?”

“બાવાજી ! તમે કઈ યુક્તિ બતાવશો કે ?” મોરો તીમલે તેમની ભણી મોં કરીને પૂછ્યું, “તમે નગરના વહીયા છો, તેથી બીજે માર્ગે જઈ શકાય તેવો કોઈ ઈલાજ બતાવો, તેમ નહિ થશે તો આપણો શ્રમ વ્યર્થ જશે.”

“ક્યા રસ્તા લેના ઓ હમેરા ધ્યાનમેં આતા નહિ !” બાવાજી ગણગણતા બબડ્યા, “લેકીન અબ દેખો, મેં કુછ માર્ગ દિખલાતા હું.” આમ કહી બાવાજી તો તંબુ બહાર નીકળ્યા.

“ના, ના, આ કામ મારે શિરે મૂકો, હું બજાવીશ.” એકદમ આગળ આવીને એક પઠ્ઠી યુવાન સુંદરી બોલી. આ શિવાજીની ગુલામડી હતી અને તેણીને અહમદનગરની પાસેના એક ગામમાંથી બળાત્કારે ઘસડી લાવ્યા હતા. શિવાજીનો વિચાર તેની ખૂબસૂરતી જોઈને રાખ તરીકે રાખવાનો હતા, પરંતુ આ સ્ત્રી કે જેનું નામ રમા હતું,