પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
શહેરમાં ચાલેલી લૂંટફાટ

તેણીએ એ વિચાર માટે શિવાજીને ધિક્કારી કહાડ્યો હતો, બહુ બહુ રીતે સમજાવ્યો હતો; અને શિવાજીને દહેશત આપી હતી કે, જો મારી પવિત્રતાને લાંછન લાગે એવાં કંઈ પણ કૃત્ય કરવા યત્ન કરીશ, તે તુને શાપિત કરીશ, જેથી તારી સઘળી ઇચ્છાઓનો નાશ થશે; ને તે જ ભયથી શિવાજી રમાના સંબંધથી વેગળો રહેતો હતો. રમાએ આ સમયે ધાર્યું કે, જો કોઈ તેવું મોટું પરાક્રમ કરી બતાવું તે તેના ઈનામના બદલામાં મારો છૂટકારો થશે. “જોજ્ સૌની ઈચ્છા હોય તે આ કોટપર ચઢી, અંદરના પહેરેગીરને મહા દુઃખી છું એમ સમજાવીને નીચે ઉતરી પડી સીપાઈઓને શરણ જાઉં ને કોઈ અકસ્માતથી દરવાજો ઉઘાડી નાંખું, એટલે સૌને દોડી આવવું ઘણું સહેલ થઈ પડશે, કદાચિત હું તેઓના હાથે પકડાઈને છૂટકારો ન પામી, તો મારી જીંદગી કંઈ વધારે કીંમતની નથી;” આટલું બોલી રમાબાઈ પ્રત્યુત્તર માટે શિવાજી સામું જોઈ રહી.

“મહારાજ રમાબાઈનું કહેવું મને ઠીક ભાસે છે,” મોરોપંત બોલ્યો.

“જો ભરોસો પડે તો, આ કાર્યથી ફલસિદ્ધિ થશે. રમા આ કામ ઈમાનદારીથી કરશે, તો આપણો જય છે:” નાથજી પલકરે પુષ્ટિ આપી.

“સ્ત્રીઓનાં ચરિત્ર અતિ મોટાં છે, ને રમાનું ચરિત્ર આજે જોવા જોગ છે. પણ એ કોટપર ચઢશે શી રીતે ?” બહિર નાયક બોલ્યો.

“કૌન કોટપર ચઢનેકી ઈચ્છા રખતા હૈ?” તંબુ માંહેથી એક અવાજ સંભળાયો, “મેં તૈયાર હું;” આમ બોલી પાસે આવીને એક પાટલા ઘો બાવાજીએ રજુ કીધી, “દેબોજી ! અબ કીસકાબી ઈરાદા હોવે તો ઉપાય અજમાઈયે. એ જાનવરકી ક્યા ખૂબી હૈ, એ સબકું માલમ હૈ ચાહે વાં તલક રખ્ખો, ઔર ચાહે વાં તલક ઉંચે ચઢ જાઓ, ફૂછબી હરકત ન હોનેકી.”