પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
શિવાજીની સૂરતની લૂટ


“રમા ! તૈયાર થા અને તારી શક્તિ બતાવ !” દામોદર પાસબાન બોલ્યો.

“ઉતાવળ શી છે?” શિવાજીએ વિચારીને શબ્દ ક્‍હાડ્યો. રમાની જીંદગી મને અમૂલ્યની છે, તેથી એને માટે વિચારથી ઠરાવ થવો જોઈયે.”

“ઠરાવની શી જરૂર છે ? ચાલો, તમે સૌ તૈયાર થઈ દરવાજાની નજીક ઉભા રહો; દરવાજો હમણાં ખુલશે!” આમ બોલતી કે રમા પોતાની સાથે પાટલા ઘો લઈ તે કોટ તરફ ધસી ને તેણે ઉપર ફેંકી જે આબાદ કોટના મથાળાને જઇને વળગી. હરપ્રસાદે તેને ચઢવામાં મોટી મદદ કીધી; ને કોટપર ચઢી કે તરત – રમાએ બૂમ મારી “કોઈ રક્ષણ કરો, બચાવો, મરાઠાઓ મને મારી નાંખે છે;” આમ બરાડા નાંખતી તે ઉલટી બાજુએ કોટની અંદર ઉતરી પડી, બે સીપાહી દોડી આવ્યા. રમાને પકડીને દરવાન પાસે લઈ ગયા. માત્ર ત્રણ સીપાહી જાગતા પડેલા હતા. બે સીપાહી, જે રમાને પકડી લાવ્યા હતા, તેઓ તેની ખૂબસૂરતી જોઈ છક થઈ માંહેમાંહે વાતે વળગ્યા. આ તકનો લાભ લઈ એકદમ દરવાજાની ભુંગળ રમાએ ખસેડી, ને બારણાં ઉઘાડ્યાં કે, એકદમ મરાઠા સીપાઈઓ અંદર ધસી આવ્યા ને બૂમ મારી; “જય મહારાજ શિવાજી | મરાઠાનો જય ! મુસલમાનોને મારો ! રામદાસ સ્વામીનો જય !” અને એકદમ તે જ ક્ષણે દરવાજાનું રક્ષણ કરવાને રાજના સલાહકારોમાંનો અલીબખસખાન ત્યાં આવી પહોંચ્યો.

અલીબખસખાન એક સમર્થ લડવૈયો હતો. તેણે જોયું કે, હવે શહેરનો નાશ પૂરેપૂરો થયો કે તે તુરત દોડી દરવાજા નજીક ગયો; ને પોતાની સમશેરથી દરવાજામાં પેઠેલા ત્રણમાંના બે મરાઠા સ્વારને કાપી નાંખ્યા કે ત્રીજાએ પોતાને લાંબે ભાલો ઘેાંચી, તેને જમીનપર ચત્તોપાટ નાંખ્યો; ને બંને દરવાજા ખુલ્લા કીધા. પાંચસો ઘોડેસ્વાર સૈન્ય એક સપાટે દોડી આવ્યું.