પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
શહેરમાં ચાલેલી લૂટફાટ


શહેરમાં ગભરાટનો પાર નહતો. લશ્કરની કશી પણ રીતિની તૈયારી નહોતી, એટલે સામા થવાને માટે કોઈ પણ આવ્યું નહિ. જૂથના જૂથ દેખીને, જે થોડુંક લશ્કર લડવાને વિચાર કરતું હતું તેની હીંમત ડગી ગઈ ને સૌ સીપાહી આધા પાછા થઈ ગયા.

સહરાના દરવાજામાંથી લશ્કર આવ્યું, તેનો પહેલો વિચાર નવાબના મહેલ પર હલ્લો કરવાનો હતો. પણ શિવાજીએ વિચારથી ઠરાવ્યું કે, પ્રથમ તે શહેરમાં જવું, કેમકે જો આ ઠેકાણે પ્રથમ જ માર ખાધો તો અગાડી વધવાનો તદ્દન અટકાવ થશે. એમ ઠરાવ કરી નવાબના મહેલના પાછલા ભાગમાંથી લશ્કર ચાલ્યું ને દિલ્લી દરવાજાને માર્ગે થઈ દાણાપીઠ તરફ ઘોડેસ્વાર સૈન્ય વળ્યું. એ અરસામાં લાલ ને માનના દરવાજા ખુલી ગયા હતા; અને શહેરમાં જોઈતું લશ્કર દાખલ પણ થઈ ચૂકયું હતું.

દિલ્લી દરવાજા આગળ લશ્કર એકઠું થયા પછી મોરોપંતે એ લશ્કરને થોભાવી, કયાં કેમ અને કેવા પ્રકારે લૂટ ચલાવવી, તેની સૂચના આપી. સઘળી મળીને ૧૧૨ ટૂકડી દશ દશ માણસની કરી અને તે સર્વને કોઈ પણ પ્રકારની સત્તા આપી. સૌ સ્વારો લૂટવાને તૈયાર થઈ રહ્યા હતા. જેમ એક ભસ્તામાં શબને ચુંથી નાંખવાને કાગડા ને ગીધ તૈયાર હોય, ને ટાંપ્યા જ કરતાં હોય કે ક્યારે સૌ ખસી જાય કે આપણે તૂટી પડિયે, તેમ સધળા મરાઠા સ્વારોને માત્ર હુકમની જ ખેાટી હતી.

શહેરમાં આ સમયના ભયનું પૂછવું જ શું ! હાય ને અફસોસના પોકાર જારી થયા, કેટલાક જબરા માણસો તો લડવાને તૈયાર થઈને મોહોલ્લાએાની ખડકીનાં નાકાં ઘેરીને બેઠા. એ વખતમાં શસ્ત્ર દરેક માણસના ઘરમાં રહેતાં ને તેની કસરત કરવામાં આવતી તેથી કણબી ક્ષત્રી અને શ્રાવકો બાથમ્ બાથની લડાઇમાં કાંઈ ગાંજ્યા જાય તેવા નહતા; અને જ્યારે પોતાના હાથમાં હથિયાર છે, ત્યારે તો તેઓ