પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
શિવાજીની સૂરતની લૂટ

હતો. એની બે પ્રિય રાખેલીઓ એની આસપાસ બેઠી હતી, અને તેઓ પાસે પડેલા ઢગલામાંના હીરા માણેકના હારો જોઈને તેપર તલ્પી રહી હતી, પણ શિવાજીએ તેમની સામા એક મટકું પણ માર્યું નહિ, તેનું કારણ શું? શિવાજી જેમ લડવૈયા તરીકે એક મોટો સરદાર હતો, તેમ જ પ્યાર કરવામાં પણ બડો એક્કો હતો. આખા દિવસમાં તો તેની વૃત્તિ લૂટ તરફ જ હતી, પણ હવે તેને પોતાની રમા સાંભરી આવી. રમા ક્યાં હતી ? દરવાજો ઉઘડ્યા પછી તે ક્યાં જતી રહી હતી !

થોડોક સમય વિચાર કર્યા પછી તેણે પોતાની આગળના કેટલાક ખાસ માણસોને રમાની તપાસ માટે મોકલ્યા. શિવાજીનો જીવ તો આ સમયે રમામાં ભરાયો હતો. જો તે ન મળે તો તેનો જીવ જાય એવો તે બેહોસ થઈને પડ્યો. તેણે “રમા, રમા” એમ બે ચાર બૂમ એકદમ મારી ને એકવાર તેની પ્રાણપ્રિય હતી એવી તાની આવીને ઉભી રહી.

“ક્યાં છે રમા ?” શિવાજીએ પૂછ્યું, “તાની ! આજે આખા દિવસ રમા દેખાઈ નથી. તેણે એક મહા અદ્ભુત કાર્ય કીધું છે, ને તે ઉપકારને બદલો વળે તે પહેલાં તે એ અલોપ થઈ ગઈ? અરે કોઈ રમાને લાવો, લાવો !”

એટલામાં તાણોજી મુલસરે આવી પહોંચ્યો. તેણે આવતાનેવાર ધીરજ આપી, ને કહ્યું કે “રમાબાઈ શહેરમાં છે અને તે લશ્કરથી છૂટાં પડ્યાં છે, તોપણ થોડા સમયમાં આવી મળશે.” આ સાંભળીને શિવાજીને કંઈક ધીરજ આવી; ને તે પછી બીજે દિવસે કેમ કરવું તે સંબંધી નક્કી કરી તાણોજી મુલસરે પોતાની ટુકડીમાં ગયો.

પ્રાતઃકાળ થયો. કાગડા કકળે તેટલામાં શિવાજીનું લશ્કર શહેરના બીજા ઘણા ભાગમાં ફરી વળ્યું. લૂટ, લૂટ, મારો, મારો ! શિવાય બીજો શબ્દ સંભળાતો નહિ, ફીરંગીની લાટીમાં લૂટારા પેઠા. પણ ત્યાં તેઓને ફાવવા દીધા નહિ. પણ તે માર્ગે સલામત પસાર થયા, તેથી