પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
શહેરમાં ચાલેલી લૂટફાટ

બસરાના એક મોટા મુસલમાન વેપારીના ઘરપર તૂટી પડ્યા. તેના મહેલમાંથી અનરગળ દોલત મરાઠાઓને મળી આવી, જેટલી કોઈ પણ ઠેકાણેથી મળી નહોતી ને મળતે પણ નહિ. મરાઠાઓ આનંદમાં આવીને સઘળી નગદી ઘોડાપર ને ગાડામાં ભરીને મોકલાવવા લાગ્યા, ને કેટલાક મરાઠાઓ બંગલાના ચોગાનમાં બેસી હુક્કો ગગડાવવા લાગ્યા. લગભગ અર્ધોઅર્ધ દોલત મોકલી દીધી. પણ એટલામાં મોગલની એક સોળ વર્ષની છોકરી, ઉછળતા લોહીની નવોઢા આ પાપીએાની નજરે પડી. છ સાત મરાઠા તેને પકડી લાવવા દોડ્યા. જે છેકરીની પછાડી હજારો માણસ ખમાંખમા કહેનારા, તે બાળકી આજે દુશ્મનોના હાથમાં શિયળ સચવાય નહિ તેવી અવસ્થામાં ક્ષણવારમાં આવી પડી.

બે મરાઠાઓએ તેણીને ઉંચકી લીધી, ને તેનાં વસ્ત્ર કંઈપણ કારણ વગર અવ્યવસ્થિત કરી નાંખ્યાં. પણ તેટલામાં એક અકસ્માત્- સંજોગાસંજોગથી એવો બનાવ બન્યો કે, તે કુમારિકાનું રક્ષણ થયું.

જે લૂટારુ ટોળી આ ઠેકાણે લૂંટ કરતી હતી તેનો નાયક ત્યાં આવી પહોંચ્યો. આ નાયક લંપટ હતો - લજજા, નીતિ ને ઈશ્વરભય દૂર મુકી બેઠેલો હતો. તે આ સુકુમાર કોમલાંગીને જોઈને પોતાનું મન મારી શક્યો નહિ. તેણે હુકમ કીધો કે, 'એ સ્ત્રીને મારે તાબે કરવી.' બે મરાઠામાંના એકે ના કહી. નાયકનો ગુસ્સો હાથ ન રહ્યો. તેણે એકદમ સમશેર ખેંચી. સામો મરાઠો જબરદસ્ત હતો. નાયક સમશેર ઉગામે છે, તેટલામાં પોતે સામી ખેંચી. બંને જણ દ્વંદ્વયુદ્ધમાં ઉતર્યા. થોડીકવાર મારામારી થયા પછી બંને જણ ઘણા જખમાયા. જહાન, જે આ કોમલાંગીનું નામ હતું તેનો બચાવ અલાહથી થયો. બીજા મરાઠાઓ સધળું પડતું મૂકીને માંહેમાંહેની લડાઈ જોવા ઉભા રહ્યા હતા, તેટલામાં મોગલનો એક હબસી ગુલામ, પોતાના શેઠની દીકરીનું રક્ષણ માથે લઈ, આ તરુણીને લઈને નાઠો; તેને જો એક હિંદુએ પોતાના ઘરમાં આશ્રય ન આપ્યો હોત