પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
શિવાજીની સુરતની લૂટ


ન થશો ! ! બહાર ગયા પછી કેમ વર્તવું તે કહેવાની કંઈ જરૂરત નથી. 'શેઠની શીખામણ ઝાંપા સુધી' કિલ્લો છોડ્યા પછી અમારી અક્કલે લડત કરવાની છે.”

“આલમેપનાહ ! યાદ રાખજો કે અમે અમારા રક્ષણ સાથે લજ્જા નીતિનું ને રાજ્યનું રક્ષણ ઘણી સારી રીતે કરી શકીશું. એકવાર સ્ત્રીના પરાક્રમનો ઇતિહાસ જુઓ;” મણીએ, નવાબના ચરણ નજીક પડીને વિંનતિ કીધી.

“એકવાર, હાલ તો તમારો ભોગ આપવાને હું તૈયાર છું;” એક ક્ષણ મૌન ધરી નવાબે અવાજ કહાડ્યો - લગાર પણ બેચેની કે દિલગીરી બતાવ્યા વગર, પોતાના દરજ્જાને શોભે તેવી રીતે. “અગર જો કે તમારે બદલે દશ હજાર માણસના જાન જાય તે જોવાને રાજી થઈશ, પણ તમે જાઓ, એમ કહેવાની મારી જીભ ચાલે નહિ ! મારા સરદારો ! તમે ઘુઘરા બાંધીને મારી દરબારમાં નાચવાને લાયક છો ! જ્યારે હું સરદારને જવાંમર્દ જોવાને ઈચ્છું છું, ત્યારે તેઓ રામજણીનું કામ કરે છે !”

મણીગવરી અને મોતીબેગમ આ હુકમ મળતાંની સાથે બહુ આનંદથી ઉઠ્યાં, કિલ્લાના પાછલા ભાગપર સરદારો અને નવાબ સાથે મોતી ને મણી આવ્યાં કિલ્લાની આસપાસની ખાઈમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું; ને નદીને જોબનના બહારમાં ઉછાળા મારતી જોઈ મોતી બોલી; “ બહેન! તું તારા પતિને તૃપ્ત કરવા ઉછળતી ઉછળતી જાય છે, તેમ અમારી પ્રજાના રક્ષણ માટે અમે પણ દોડિયે છિયે, તેમાં તું આશ્રય આપજે.” તુરત પાછલા ભાગનો છુપો દરવાજો ઉધાડી બહાર નીકળી, મણીએ સીસોટી વગાડી. બે ખારવા હલ્લેસા મારતા એક નાની હોડી લઈ આવ્યા. સૌના દેખતાં ઘણા હર્ષથી બંને નવજોબના હોડીમાં કુદી પડી. તેમની સાથે એક હબસી પણ ચાલ્યો. તેણે જણાવ્યું કે, “હું હંમેશ તમારી સાથે રહીશ.” સરરર કરતી