પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩


પ્રકરણ ૧૦ મું
રાત માતાકા પેટ

પણા બે સ્વાર દમ મારતા ને ચોકીઓ ચુકાવતા, નવાબના મહેલ તરફ ચાલ્યા આવ્યા. રસ્તામાં મરાઠાઓની સેના ને શિવાજીનું શહેરમાં એ દિવસનું જોર જોઈને બંને બહુ ખિન્ન થતા હતા. જે મોહોલ્લામાંથી પસાર થતા હતા ત્યાં કોઈ ઠેકાણે હાય અફસોસ ને કોઈ ઠેકાણે રડારોળ થતી સંભળાતી. ઘણા ખરા તો ઘરબાર બંધ કરીને જાગતા બેસી રહ્યા હતા - જાણે ભયની રાહ જોતા હોય. દરેક ઘરમાંથી કોઈ કોઈનો પણ અવાજ આવતો, પણ રસ્તાપર એક ચલિયું પણ ફરકતું જણાતું ન હતું. જે મોહોલ્લામાંથી બંનો સ્વાર પસાર થતા હતા, ત્યાં ઘોડાની પડઘી સંભળાય એટલે લોકો બૂમ મારી ઊઠતા કે, “એ આવ્યા ! એ આવ્યા !” ને ઘેાડા દૂર જતા કે વળી સૌ શાંત થઈ જતા. દરેક ઠેકાણે મરાઠાઓના જુલુમથી કેર વર્તાઈ રહ્યો હતો. આ સમયે ગોપીનું વસાવેલું નગર એક સ્મશાન જેવું હતું, જ્યાં ત્યાં ઘડીએ ઘડીએ શોકકારક રાગડો નીકળતો સંભળાતો હતો.

મણી ને મોતી બેઉમાંથી કાઈ બોલતું હતું નહિ. બંનેનો એ વખતનો દેખાવ વધારે વિસ્મયકારક હતો. ઘોડા દોડાવવામાં બંને ચતુર ને ચપળ હતી. એક મુસલમાની ને બીજી વાણિયણ હતી, તે છતાં બંને બહાદુર હતી. બાળપણથી લાડમાં ઉછરેલી ને ઘોડે બેસવાની ટેવ પડેલી તેનો લાભ આજે બંનેને મળ્યો હતો. સ્ત્રી જાતિ છતાં આવી રીતે છચોક બહાર ફરવું, એ મર્યાદાની બહાર ગણાય, અને તે પણ કટોકટીના ભયને સમયે પુરુષને વેશ ધરી ફરવું, એ લજજાનું ઉલ્લંધન જણાય. એ વેશ આજે પણ અદ્ભુત ગણાય, તો તે કાળની વાત જ શી કરવી ! પરંતુ જ્યાં દેશરક્ષણનું કાર્ય આવી પડે ત્યાં લેશ પણ સંકોચ પામ્યા વગર મેદાન પડવું, એ માત્ર રાજપુતાણીનો