પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
રાત માતાકા પેટ


“એમાં ઘણો ભય છે અને એ વાત મૂકી દ્યો. આપણને વિલાયતીની કોઠીને મહેલની દોલત મળે તો બસ; તેનો ઉપાય કરવા ઉઠો.” રામસેને જણાવ્યું અને મંડળી વિખરાઈ ગઈ.

જે અગત્યની બાતમી મળી હતી તે લઈને થોડોક સમય વીત્યા પછી નવાબના બંને દૂતો મહેલ તરફ આવ્યા. ખેાજો મશરુર દરવાજા પર બેઠેલો હતો. તેની પાસે મોતી ગઈ. ખેાજો પ્રથમ ચમકયો ને તરવાર ખેંચી, પણ તેટલામાં મોતીએ પાસે આવી આંગળીઓથી મુદ્રા બતાવી, એ જોઈ ખેાજો સમજી ગયો ને કુનસ બજાવી ઉભો રહ્યો. મરાઠાનો ઠરાવ ને તેમનાં કાવતરાં તેને જણાવી, જોઈતી સંભાળ રાખવા કહી, વધારે સાવધતાથી વર્તવાનું સુચવી બંને જણ શહેરમાં આવવા નીકળ્યાં; શહેરપનાહ-બુરાનપુરી ભાગળના દરવાજાના કોટ નજીક આવ્યાં કે મુસલમાન સરદારના હાથ નીચેની હિંદુ ઘોડેસ્વાર પેદલવાળી ટુકડી આવતી દેખાઈ. બંને જણ ચકિત થયાં, બાજુએ ખસી ગયાં. ધોડેસ્વારની વચ્ચે આસરે છસો માણસ હતાં. આવી ભયંકર કાળરાત્રિએ આ માણસોએ જે બહાદુરી બતાવી હતી, તે કંઈ કારણસર હતી કે એમને એમ, તે આપણે પાછળ ફરી જોઈએ.

* * * *

રાત અંધારી હતી; નદીમાં જળ જંપ્યું હતું. શહેરમાં કોઈપણ સ્થળેથી કોઈ પણ જાતનો મનુષ્યધ્વનિ સંભળાતો નહોતો. સુરત શહેરમાં આજે સંધ્યાકાળે જેવી દશા હતી તેવી દશા ક્વચિત થઈ હશે. કિલ્લામાં નવાબ પોતાના કેટલાક કારભારીને લઈને ભરાયો હતો, ને શહેરમાં શિવાજી લુટારો દમ બાંધીને લુટ ચલાવતો હતો. ભયંકર દેખાવ એવો થઈ પડ્યો હતો કે, કેટલાક જવાંમર્દ આદમીઓ છતાં કોઈપણ મરવાને તૈયાર થાય તેવું જણાયું નહિ. પણ આજે તારીખ ૮ મીની સાંઝના વલંદાની કોઠી આગળ ત્રીસ ચાલીસ માણસ એકઠાં થયાં હતાં. નદીમાં પાણીનો ખળખળાટ થતો હતો, તેથી કોઈનો પણ અવાજ