પૃષ્ઠ:Shobhana.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨: શોભના
 

હિંદુઓની અને મુસ્લિમોની લાંબી જીભે સ્વાતંત્ર્યનો લોપ ક્યારનો કરી નાખ્યો છે ! પરસ્પર એકબીજા સામે ઘૂરકતાં કૂતરાં ભૂલી જાય છે કે બંને સાંકળે બાંધ્યાં પશુ છે, અને એ સાંકળ તો કોઈ ત્રીજાના હાથમાં છે !

ધર્મની રેષાઓ ઉપર દેશ આગળ વધે ખરો ? ધર્મની રેષાઓ ચીલા બનવાને બદલે માર્ગ રૂંધતી ખાઈઓ બની જાય છે એનો ખ્યાલ આવવો જોઈએ છતાં કેમ આવતો નથી ? સાવરકરે શું દેશાભિમાન માટે ઓછું સહ્યું છે ? ઝીણાની બુદ્ધિ વિષે કોઈને કશો શક છે શું ? ત્યારે આ બંને આગેવાનો ધર્મને નામે હિંદને ક્યાં ખેંચી જાય છે ?