પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨: શોભના
 

બનવાનું છે એવા દૃશ્યથી તેમના જીવને ક્લેશ પણ થયો. પોતાને ન મળી શકતાં હોય એવાં સુખ બીજાઓ ભોગવે એ નિહાળી ઈર્ષા ઊપજે તો તેમાં સુખને માલિકીનું તત્ત્વ બનાવનારનો જ દોષ ! નહિ કે ઈર્ષા કરનારનો !

કૃષ્ણકાન્ત મોટર પાસે આવ્યા, અને એક રડવાની તૈયારી કરતો હોય એવો છોકરો ટોપી ઉતારતો કૃષ્ણકાન્તના પગ પાસે હાથ રાખી ઊભો.

'શું છે ?’ ‘‘સત્યવાદી” પત્રના માલિકે કહ્યું.

‘સાહેબ ! મને કેમ રજા આપી ?’ છોકરાએ પૂછ્યું.

‘રજા ન આપે તો બીજું શું કરે ?'

‘મારો કાંઈ વાંક ?’

‘કાલે કેમ ગેરહાજર રહ્યો ?’

‘મારી મા ગુજરી ગઈ, એટલે મારે સ્મશાન જવું પડ્યું.’

'કહેવડાવ્યું કેમ નહિ ?’

‘મારે ઘેર કાંઈ નોકરો છે ?’ આાંખ લહોતો લહોતો છોકરો બોલ્યો.

‘ચાલ, માથું ન ખા. બીજી નોકરી ખોળી લે.’

‘સાહેબ ! મારે તો મા અને નોકરી બંને ગયાં.'

‘બીજી માયે ખોળી લે !’

છોકરી રડી પડ્યો. નહિ જેવા પગારે આખો જન્મારો ચાલે એવી નોકરી કરાવવા ઈચ્છતા “સત્યવાદી" પત્રના જે માલિક બેકારી વિષે દિલ ઉશ્કેરનારા લેખો લખતા હતા, તે જ માલિક આ બાળકને તેની માતાની સ્મશાનભૂમિ ઉપર જવાના અપરાધ માટે એક જ હુકમથી બેકારીના ખાડામાં ફેંકતા હતા. માતાના મૃત્યુથી દુ:ખી થયેલા બાળકને કોઈ સાચવનાર-સંભાળનાર છે કે નહિ તે પૂછવાની કૃષ્ણકાન્તને જરૂર ન લાગી. તેના હાથમાં બે રૂપિયા મૂકવાને બદલે આ અહિંસાના ઉપાસક પત્રકારે તેને તરછોડી ભૂખમરામાં ધકેલી દીધો.

પાસે જ એક ભવ્ય, સ્થિતિપાત્ર અને ઉદાર ગણાતા વિજયરાય સરખા આગેવાન કારમાં બેસવા જતા હતા. બાળકને તેઓ કાંઈ જ પૂછતા નથી. પરાશરે બંનેના હૃદયમાં હિંસા ઊભરાતી જોઈ.

‘આપણા જીવનને ઘડતો એક પત્રકાર અને આપણા જીવનને દોરતો એક નેતા : એ હિંસાના કે અહિંસાના નમૂના ?' પરાશરના હૃદયમાં પ્રશ્ન ઊઠયો :

‘ચાલો, તમે બેસી જાઓ.’ પરાશરને આગલા ભાગમાં બેસવાની આજ્ઞા કરતા વિજયરાય કારની અંદર આરામથી બેસી ગયા. કૃષ્ણકાન્તે