પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૦૯
 


પાછો એનો એ ગાંધીવાદ !

પરંતુ અદેખાઈની તીવ્ર લાગણી પરાશર જેવી ભણેલીગણેલી વ્યક્તિઓમાં જ સમાઈ રહેવી ન જોઈએ. એ લાગણીએ તો શોષિત, દરિદ્ર સમાજના આખા થરમાં વીજળીના આંચકા ઉપજાવવા જોઈએ. ધનિકોનું ધન, ધનિકોનાં મકાન, ધનિકોનાં બાગબગીચા, ધનિકોનાં ખોરાક, ધનિકોનાં વાહન તેમના હાથમાંથી ખૂંચવી લેવાની વેરવૃત્તિ અને તાકાત મજૂરો અને કિસાનોમાં જાગવી જોઈએ. આવા વિચારના વમળમાં પરાશર આગળ વધ્યો.

‘પણે ઊભેલું ટોળું કોઈની મોટરકાર ખાળી રહ્યું લાગે છે !’

વિચારમાં આગળ અને આગળ ચાલ્યા જતા પરાશરે સંધ્યા સમયે એવું દૃશ્ય જોયું, અને તે ટોળા તરફ આગળ વધ્યો. તેણે અંગત રીતે નિશ્ચય કરી જ લીધો હતો કે જાતને જોખમે હુલ્લડ, મારામારી, તોફાન કે અકસ્માતના પ્રસંગોએ વચ્ચે પડવું જ, અને પક્ષ, ધર્મ કે વાદ બાજુએ મૂકી જરૂર પડ્યે હિંસક બનીને, પણ એ પ્રસંગો ઘટાડવા. અહિંસાને બહાને બતાવાતું કાયરપણું તેને તિરસ્કારપાત્ર લાગતું હતું; અને ગાંધી સિવાયના સહુની અહિંસા નામર્દોની અહિંસા છે એમ તેની ખાતરી થઈ ગઈ હતી.

‘આજે પોલીસના બંદોબસ્તને લીધે હુલ્લડ તો કોઈ જગાએ થયું ન હતું. અહિંસક સરકારે હિંદુ-મુસ્લિમનાં તોફાની લત્તાઓમાં લાઠી અને બંદૂકના ભય વડે હુલ્લડને તો દાબી રાખ્યું હતું; પરંતુ એક મજૂરણ કોઈ ધનિકની મોટરકારના ધક્કામાં આવી ગઈ હતી. એટલે ટોળું ભેગું થયું હતું. અકસ્માત પ્રસંગે લોકો ટોળે મળી જાય છે, અને ઝઘડો ભારે ન હોય તો લાંબો વખત ટોળાબંધ રહી પણ શકે છે; પરંતુ એ ટોળું ન ઘાયલ થનારને, ન ઘા કરનારને કે ન તો બંદોબસ્તી માણસોને સહાયરૂપ થઈ પડે છે. ટોળું તો ઊલટું સહુને ભારણરૂપ થઈ પડે છે.

બેત્રણ પોલીસ સિપાઈઓ ટોળાને વિખેરવા મથતા હતા. મહાસભાની સરકારના વહીવટમાં પોલીસથી અવિવેકી બનવાનો દોષ થઈ શકતો નથી - જોકે બિનજરૂરી ભારણરૂપ ટોળું કશા કામમાં ન આવતું હોઈ હિંસાત્મક અવિવેકને જ લાયક હતું; પરંતુ મહાસભાના જુલમોની ઝીણીમોટી યાદીઓ રાખનાર મુસ્લિમપક્ષ, મજૂરપક્ષ, મવાલપક્ષ, સહુ કોઈ પત્રોમાં, ભાષણોમાં અને ધારાસભામાં સેંકડો વર્ષના અવિવેકથી સંસ્કૃત બનેલા પોલીસ વર્ગના દોષ માટે બે વર્ષની મહાસભાને આરોપીના પાંજરામાં મૂકવાની બાહોશી શીખી ગયેલા છે. એટલે ન છૂટકે સમજાવટમાં પડેલા બેત્રણ પોલીસ સિપાઈઓને ન સાંભળતું ટોળું વધ્ય જતું હતું. ઘાયલ