પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨: શોભના
 


ટોળામાં અનેક પ્રસંગો લાગા સાથે બને છે, અને અનેક પ્રકારની વાતો એકસામતી ચર્ચાય છે. એમાં અકસ્માત થાય, ચોરી થાય, ખિસ્સાં કતરાય, વાતોચીતો થાય, ગાળાગાળી પણ થાય, અને ફિલસૂફીભર્યા વાક્યો ઉચ્ચારાય.

ટોળું પરાશર ધારતો હતો એવું છેક નિષ્ક્રિય તો ન જ હતું.