પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪: શોભના
 

પડી પંચક્યાસ ઉપર એટલામાં સહી પણ કરી આપી, અને કેસ ચાલતાં કચેરીના ધક્કા ખાવાના દુઃખને સહન કરી ન્યાયને મદદ આપવા તૈયાર થયા.

જગતભરને શાપ દેતી. ઘાયલ બાઈને મહા મુસીબતે મોટરમાં સુવાડી અને માલિક, પોલીસ તથા શૉફર અંદર બેસી ગયા. ઝડપથી ચાલી પરાશરે પાસે જ આવેલા એક મોટા મકાન તરફ ગાડીને દોરી, શંકરનો ઝાલેલો હાથ તેણે છોડ્યો ન હતો. શંકર પણ સાથે ઘસડાતો હતો.

ડૉક્ટર ઘણા મોટા બને - અગર બનવાનો દેખાવ કરે - ત્યારે તેઓ દેવાનાં કશાં જ સાધનો વગરની Consulting Room- માત્ર સલાહ આપવાની ઓરડીઓ રાખે છે. એ ઓરડી બંધ હતી, છતાં તેની જ પાછળ ડૉક્ટર કુમાર રહેતા હતા, તેની પરાશરને ખબર હતી. તેણે ઘંટડીનું બટન દબાવ્યું. સંધ્યાકાળના દીવા શરૂ થઈ ગયા હતા. ડૉક્ટરની ઓરડીમાં દીવો બળતો હતો, અને અંદરથી ઓરડી બંધ હતી. એટલે ડૉક્ટર કુમાર ત્યાં હોવા જોઈએ એમ પરાશરે ધાર્યું. થોડી ક્ષણ રાહ જોઈ પરાશરે ફરી ઘંટડી વગાડી અને ભાર દઈને લાંબી વાર સુધી વગાડી. ડૉક્ટર સંધ્યાકાળે સૂઈ રહે એ બને નહિ. પરાશરે બારણું જરા હલાવી નાખ્યું, અને બારણું ઊઘડ્યું. બારણા પાછળ ડૉક્ટર કુમાર દેખાયા.

ડૉક્ટર કુમાર ? કે ડૉક્ટર કુમારનું ભૂત ? પરાશરને પ્રશ્ન થયો. દેખાવડા યુવક ડૉક્ટરની આંખોમાં કાંઈ અવનવું તેજ ચમકતું લાગ્યું. એ ઘેલછા હશે ? કે ઈશ્વરનો સાક્ષાત્કાર ? વાળ સહજ અવ્યવસ્થિત હતા; પરંતુ ડૉક્ટર કુમારને ગમતાં સુંદરમાં સુંદર કપડાંમાં આ દેહ સજજ થયેલો હતો.

‘કુમાર !' પરાશરે સંબોધન કર્યું.

‘કેમ ?’ જાણે ઊંડી ઊંઘમાંથી જાગ્રત થઈ તે બોલતો હોય એમ લાગ્યું.

‘હું એક દર્દી લાવ્યો છું; અકસ્માત થયો છે.’

‘કોને ? તમને કે આ છોકરાને ?’ શંકરને ઉદ્દેશીને ડૉક્ટર કુમારે ઊંડાણમાંથી ચેતન મેળવી પૂછ્યું.

‘એક બાઈ છે; મોટરકાર તળે આવી ગઈ હતી.'

‘ક્યાં છે ?' ‘પોલીસના માણસો અને કારના માલિક બાઈને ધીમે ધીમે લાવતા