પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦: શોભના
 


પરંતુ હૃદયમાં ઉત્પન્ન થયેલા સખ્ત ભાવ વ્યક્ત કરવા એ તેને અત્યારે માણસાઈથી દૂર જવા જેવું લાગ્યું. જૂના મિત્ર પ્રત્યે તેને સદ્દભાવ હતો. કુમારની ન ચાલતી પ્રેક્ટિસ અને કુમારનો દમામ અસંગત હોવાથી તે મિત્રોના હાસ્યને પાત્ર બનતાં, પરંતુ મૃત્યુ સુધી ઘસડી જતી લાગણી ગંભીરતા માગી લે છે.

'હવે આ શીશીને ફેંકી દઉં ?' પરાશરે પૂછ્યું.

‘જરૂર નથી; હવે એ જોશ જતો રહ્યો. મરવાની હિંમત તો ઓસરી જ ગઈ છે, અને તને જોતાં જીવવાની પણ હિંમત આવી.' ડૉક્ટરે કહ્યું.

‘તારા મનથી એમ હોય કે હું તને આ સ્થિતિમાં એકલો મૂકી હવે ચાલ્યો જઈશ, તો તારી ભૂલ થાય છે.’

‘મારે તને છોડવો જ નથી ને !’

‘એટલે ?'

'તને યાદ છે ? તેં મને પ્રેક્ટિસ શરૂ કરતા પહેલાં શું કહ્યું હતું તે ?’

‘હા, પણ એ જૂની વાત થઈ. તે તેં માની ન હતી.'

‘માટે જ હું આપઘાત કરવા સુધી આવી પહોંચ્યો. હવે જીવવું હોય તો તારે માર્ગે આવીશ.'

‘મારો માર્ગ એટલે ?' પરાશરે પૂછ્યું.

રોજના રૂપિયા ઉપર ગુજરાન, માણસ ચાકરનો અભાવ, કાર અને બંગલાનાં સ્વપ્નોનો નાશ અને ગરીબમાં ગરીબ સમાજ સાથે સંસર્ગ ! એ શર્તે જીવવું હોય તો જ હિંદમાં જીવી શકાય. એમ કહી તે માર્ગે મિત્રોને વાળવા મથનાર પરાશરના હજી સુધી ગુંજી રહેલા એ શબ્દો કુમારે ઉચ્ચાર્યા નહિ. પરાશરને તેણે જવાબ ન આપ્યો.

ડૉક્ટર થયા પછી તત્કાળ દર્દીઓ વધી જાય, ગણાય પણ નહિ એટલી નોટોનો વરસાદ વરસે, બે કાર ઘુમાવવા હાજર હોય, ચાર-પાંચ નર્સ-સુંદરીઓ સુંદર દેખાઈ દેખાઈને આજ્ઞા ઉઠાવે, ક્લબસિનેમામાં જવાની સદાય ઉતાવળ થયા કરે અને છતાં દર્દીઓનાં દર્દ ઘટાડવાનો સ્વસંતોષ રહ્યા જ કરે એવી ભાવનાથી યુવકો ડૉક્ટરો બને છે. ડૉક્ટર કુમારે એ જ સ્વપ્ન સેવ્યું હતું. અને પરાશરે જ્યારે સ્વેચ્છાથી ગરીબી સ્વીકારનાર ક્રાંતિવાદીઓનું મંડળ સ્થાપવા તજવીજ કરી ત્યારે કેટલાક યુવાનો મંડળમાં તો જોડાયા, પણ ગરીબીનું ધ્યેય તેમને અનુકૂળ પડ્યું નહિ. ધન મળવાથી વધારે સારી સેવા થઈ શકે છે એવી માન્યતા સેવનાર તેના કૈંક સાથીઓ ક્રાંતિને અને મંડળને મૂકી સરકારી નોકરીમાં,