પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૩૫
 

આજ કુમાર મહેમાન બન્યો હતો. એટલે તેની સગવડ ખાતર દીવો બળતો રાખી તે સૂતો.

સૂતે સૂતે રતનના મુખમાં અને સિનેમાની યુરોપિયન નાયિકાના મુખમાં કંઈ સામ્ય દેખાયું. રતનને પણ સારાં કપડાં મળે, મુખશૃંગારનાં સાધનો મળે, શિક્ષણ અને કલાનો સાથ મળે તો તે પણ સિનેમાની કોઈ અદ્ભુત નાયિકા બની અનેક પુરુષોનાં હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવી શકે !

થિયેટરમાં તેણે કૈંક સજીવ દૃશ્યો જોયાં હતાં, કૈંક અપ્રેમીઓ પ્રેમી બનતાં હતાં, કૈંક પ્રેમીઓના પ્રેમ ઉગ્ર બનતા હતા, અને કૈંક નવા પ્રેમ બંધાતા હતા. તેને પ્રેમીનો વિરોધ ન હતો; પ્રેમીઓનો પ્રેમ પ્રત્યે તેને ઉપહાસવૃત્તિ ન હતી, એ આવશ્યક મનોભાવને અતિશય બંધનમાં બાંધવાથી તેનાં ભૂતાવળ સરખાં સ્થળ સ્વરૂપો સંસારમાં ક્ષણે ક્ષણે ઘૂમરી લીધા કરતાં હતાં, તેની એને અસર હતી. એટલે પ્રેમ અને પ્રેમી યુગલો તરફ એ ઉદાર બની શકતો હતો; પરંતુ આ પ્રેમ - આ ઊભરાતો પ્રેમ - અનેક વિચિત્ર આકૃતિઓ ધારણ કરી રહેલો કામ - પ્રજાજીવનને, બળવાન યૌવનને કયે માર્ગે દોરી રહ્યો હતો ?

હિંદનો યુવક અને હિંદની યુવતી જાણે છે કે હિંદ પરાધીન છે. પરાધીનતામાં પ્રેમ થઈ શકે ? બેડીબાંધ્યા દેહ તરફ બેડી તૂટતા પહેલાં આકર્ષણ થાય ખરું ! અને તેમ થાય તો બેડી તોડવાનું બળ ઘટતું ન જાય?

અગ્નિશિખા સરખો ક્રાંતિકારી યુવક ભાસ્કર સહેલાણી જ નહિ પણ યુવતીઓની જ સોડ તથા સાડી ઝંખતો વિષયી બની જઈ ક્રાંતિને બેવફા બનતો જાય એ આ પ્રેમના જ પ્રતાપ, નહિ ? ધ્યેય ચુકાવે એ પ્રેમ પ્રગતિનો રોધક જ ગણાવો જોઈએ. કેટકેટલા યુવકો અને યુવતીઓ આશા આપી અંતે પ્રેમ, કામ કે મોહમાં પડી આશાનો અવરોધ કરતા - અરે ધ્યેયને જ પાછું હઠાવતા પ્રવાહમાં સામેલ થઈ ગયા ? પરાધીન હિંદના યુવાનને પ્રેમવાસના એ શરમ રૂપ નથી શું ?

યુવતીઓ પણ પોતાના દેહ અને મનને સજી-સજાવી દેહના અંતિમ સમાગમસુખને જ જાણે શોધ્યા કરતી હોય એમ શું લાગતું ન હતું ? રંભા સરખી સંસ્કારી યુવતી પરાશર સરખા અનાકર્ષક બની ગયેલા ઊર્મિજડ યુવકનું સાન્નિધ્ય શોધતી હતી, એમાં પણ પરાશરને વર્તમાન યુગની વિવિધમુખી લાલસાનાં જ દર્શન થયાં. અને શોભનાની આછી મૂર્છા...

શોભના યાદ આવતા પરાશર બેઠો થઈ ગયો. વારંવાર ભાસ્કર અને શોભનાને જોડાજોડ રહેતાં તેણે નિહાળ્યાં. ભાસ્કર પ્રત્યેનો વધતો