પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૬૫
 

ભાગને હોતી નથી.

‘મારે બેસવાની જરૂર છે ?’ શોભનાએ પૂછ્યું.

પરાશર શોભનાની સામે જોઈ રહ્યો. ભાસ્કર હસ્યો અને બોલ્યો : ‘મારી સાથે ફરીશ તો આવાં કૈંક કામ કરવાં પડશે; પણ અત્યારે તો મારે તને ઘેર પહોંચાડવી જોઈએ. ચાલ.’

ભાસ્કર અને શોભના બંને બહાર આવી મોટરકારમાં બેસી ગયાં. શોભનાએ પૂછ્યું :

‘એ કોણ હતો ?'

‘એક કામદાર, મજૂર જ કહોને ! કારખાનાનો મોટો કામદાર.’

‘શું થયું એને ?’

‘એનો પગ, કપાયો છતાં માલિકોએ એને કશો બદલો ન આપ્યો. એની સ્ત્રી મજૂરી કરે છે, તેને પણ હેરાન કરે છે. જયરામે એ માટે જરા ધાંધળ કર્યું એટલે એને મરણતોલ માર માર્યો. છેક હમણાં એને ભાન આવ્યું.’

‘એની મદદમાં કોઈ ન હતું ?’

‘કેમ ? એણે જ કહ્યું ને ! પરાશર ન હોત તો એ બચત પણ નહિ. કારખાનાના માલિકોની ક્રૂરતાનો પાર નથી. અને પાછા કૉંગ્રેસના પ્લેટફોર્મ ઉપર બેસનારા, હં !' ભાસ્કરે જવાબ આપ્યો.

‘પરાશર કેવો લાગે છે ?’

‘એટલે ?’ ભાસ્કરે જરા માનસિક આળસ છોડી કહ્યું. મોટરકારમાં બેસનારનાં મન ઘણું ખરું ઊંઘરેટ બની જાય છે.

‘સાધારણ પૂછું છું. ઘણી વખત તારી જોડે જ જોઉં છું.’

‘મારો સહકાર્યકર છે. હું ધનની સહાય આપું છું, અને એ મજૂરવર્ગમાં કામ કરે છે.'

‘એ તો મજૂરોની ચાલીમાં રહે છે, નહિ ?’

‘રહેવું જ પડે ને - કામ કરવું હોય તો.'

‘એની પાછળ કેટલું ધન ખર્ચ કરવું પડે છે ?'

‘ત્રીસ રૂપિયામાં એ ચલાવે છે !’

‘તું આપે છે ?'

‘ના રે. એ તો એટલો માને છે કે મારી પાસેથી પોતાની જાત માટે લે જ નહિ.'