પૃષ્ઠ:Shobhana.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮: શોભના
 


‘જ્યારે અને ત્યારે તારી કાર વાપરવાની ?’

‘કહે તો એ કાર તારી બનાવી દઉં.’

‘ના રે ના. મને મારા પૈસા ન મળે ત્યાં સુધી હું સામ્યવાદી રહેવા માગું છું.'

‘સામ્યવાદીને મારા - તારાનો ભેદ ન હોય.’

‘હું તો સામ્યવાદી એટલે ગરીબ કહું છું. હાથે કરીને બનેલો ગરીબ - ગરીબીની સપાટી જાણી જોઈને જ તે શોધતો માનવી.'

‘એ તને પરાશરમાં દેખાશે ! હું પ્રત્યાઘાતી ! હિંદવાસીને ફકીર અને સાધુતા જ ગમે ! વીસમી સદીમાં પણ !’

‘અરે, ભાસ્કર ! પરાશર કોઈ કોઈ વાર આ લત્તામાં ફરતો દેખાય છે - અને મારી સામેની બારીમાં હું એને કોઈ કોઈ વાર જોઉ છું. એમ કેમ ?’

‘તું કોઈને કહીશ તો નહિ ને !’

'ના રે.'

‘તો સાંભળ. અમારી ક્રાંતિવાદી ટોળીનાં જુદે જુદે સ્થળે કેન્દ્રો રાખ્યાં છે : ગરીબ, મધ્યમ તેમ જ તવંગર લત્તાઓમાં. ખરા કાર્યકતાઓ એ સ્થળો ઉપરથી સમાજ ઉપર હુમલા લઈ જઈ શકે છે. આ હડતાલના અંગે અમને ઘણો ટેકો મળ્યો અને આખા શહેરમાં અમારી છૂપી છાવણીઓ...’ ભાસ્કર વાક્ય પૂરું કરે તે પહેલાં પાસેના ઓરડામાંથી બોલતાં બોલતાં જયાગૌરી આવી પહોંચ્યાં.

‘હજી વાર છે શું ? આજનાં છોકરાંમાં ટાઢાશનો પાર જ નહિ. જવું હોયે તો... ઓહો ! ભાસ્કરભાઈ ! તમે છો કે ?’

‘હા જી. હું આપને લઈ જવા કાર લાવ્યો ત્યારે શોભના મોંધી થાય છે.' ભાસ્કરે કહ્યું.

‘હાલતે ચાલતે તમારી કાર શી રીતે વપરાય ?’

‘આપની દીકરીને આપ ટેકો આપશો જ; પણ કનકપ્રસાદ મને ટેકો આપશે એવી મારી ખાતરી છે. ખાલી કાર લઈ જવા કરતાં તમે બધાં આવશો તો શી હરકત છે ? ચાલ, શોભના ! હવે બહુ વખત રહ્યો નથી.’

આવા આગ્રહ માન્ય જ રખાય છે. માબાપને ભાડાની ગાડીમાં કે બસમાં ઘસડી જવા કરતાં દમામ ભરેલી કારમાં લઈ જવાય તો વધારે સારું એમ શોભનાને સ્વાભાવિક રીતે જ લાગ્યું; પરંતુ કૈંક પુત્રપુત્રીઓનાં માતાપિતાને બસ કે ગાડી પણ મળતી નથી, એ કારમાં બેસતાં બેસતાં સહુએ નજરે જોયું તોપણ તે વિચારવાની કોઈને જરૂર ન લાગી. જયાગૌરી