પૃષ્ઠ:Shobhana.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦: શોભના
 


‘ઈન્કિલાબ ઝિંદાબાદ ! મૂડીવાદ મુર્દાબાદ !’ ટોળું આગળ પસાર થયું. એના એક ભાગમાંથી પરાશર ઉગ્રતાભરી છટાથી ચાલતો દેખાયો. ભાસ્કરને જોઈ તેણે સ્થાન બદલ્યું અને ટોળામાં થઈને તે ભાસ્કર પાસે આવ્યો:

‘હજી કહું છું કે સાથે ચાલ.' કારને અઢેલી રૂમાલ ઉરાડી ટોળાને ઉત્તેજિત કરતા ભાસ્કરને પરાશરે કહ્યું.

‘હું આવીશ જ; પણ હમણાં નહિ, જરા રહીને.' ભાસ્કરે કહ્યું.

'લાઠીમાર આજે જરૂર થશે.'

‘લોકોને શાંત રાખજે.'

‘સહેલું નથી. પૂરતી ઉશ્કેરણી થઈ ચૂકી છે.’

'કેવી રીતે?'

‘સરઘસ ઉપર પથરા પડી ચૂક્યા, અને બીજું ટોળું સરઘસને રોકવા તૈયાર થઈ ઊભું છે.’

‘સરઘસ શાંત નહિ રહે તો મારા પિતા એમાંથી અળગા થઈ જશે.'

'તે આપણે ઋષિમુનિઓનાં ટોળાં લઈ જઈએ છીએ ?’

‘મહાસભાનો સહકાર જોઈએ તો એ જ માર્ગ છે.'

‘મહાસભા નામર્દોનાં સરઘસ તો ઈચ્છતી નથી ને ?’

‘હું મારા શબ્દ વાપરતો નથી.’

‘તો તે વાપર, અને તારા પિતાને કહે કે સામેથી જરાય અડપલું થશે તો આ મજૂરો કારખાનાને ભાંગી-તોડી-બાળી ઉજ્જડ કરી મૂકશે. હવે ઘણું થયું.’

“પૈસા આપણા નહિ ને ?’

‘વારુ, તું સિનેમા જોઈને આવ. તારા જેવા કલાપ્રિય યુવકને અમારાં મજૂરોનાં સરઘસ ન જ ગમે.' કહી પરાશરે આગળ ડગલું ભર્યું અને ઊછળીને ગર્જના કરી :

મજદૂરરાજ ઝિંદાબાદ !

શોભનાને શિવના નૃત્યનું ચિત્ર યાદ આવ્યું. પરાશરના મુખમાં અને દેહગતિમાં કોઈ દિલ કંપાવનારી ધમક દેખાઈ. હસીને ભાસ્કર કારમાં બેઠો. સરઘસ પસાર થઈ ગયું. જયાગૌરીના જીવમાં જીવ આવ્યો, અને કાર ઝડપથી ચિત્રગૃહ પાસે આવી પહોંચી.

શોભનાની જંત્રી બાર આના કે રૂપિયાની ટિકિટની મર્યાદા ઠરાવી રહી હતી; પરંતુ ધનિક યુવક શોભના અને તેનાં માતાપિતાને ટિકિટના