પૃષ્ઠ:Shobhana.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૮૩
 


'કેવી રીતે ?'

‘તું કોની સાથે પરણી છે ?'

'હું કહીશ તો તું ચમકી ઊઠીશ.’

‘મને દુનિયામાં કશું જ ચમકાવતું નથી. હું માગું છું તે મને મળ્યે જ જાય છે, કહે.’ એમ બોલી ભાસ્કરે શોભનાનો હાથ નાટ્યગૃહના અંધારાનો લાભ લઈ પાછો પોતાના હાથમાં રાખ્યો. શોભના કશું બોલી નહિ.

‘નથી કહેવું ?’

‘ન પૂછે તો સારું.’

‘તારે કહેવું જ પડશે. કોની સાથે તારું લગ્ન થયું છે ?'

‘પરાશર સાથે. શોભનાએ સહજ અટકીને કહ્યું અને શોભનાનો હાથ તેને જાણે દઝાડતો હોય એમ ભાસ્કરને લાગ્યું. એણે હાથ છોડી દીધો, અને ચિત્ર વિભાગ અટક્યો. નાટ્યગૃહમાં અજવાળાં ઊભરાયાં.

કનકપ્રસાદ અને જયાગૌરી બંને ચિત્રો જોવામાં એટલાં તલ્લીન બની ગયાં હતાં કે શોભનાની અને ભાસ્કરની ઝીણી ઓષ્ટરસ્થાની વાતો તરફ લક્ષ આપવાનો તેમને અવકાશ જ નહોતો. છૂટી ખુરશીઓ અનુકૂળતા પ્રમાણે ક્યારની પાસ પાસે ખસેડાઈ પણ હતી.

આખું ચિત્ર પૂરું થયું ત્યાં સુધી શોભના અને ભાસ્કર એક અક્ષર પણ બોલ્યાં નહિ.