પૃષ્ઠ:Shobhana.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬: શોભના
 

શકે છે. સેવાસમાજના બીજચંદ્રધારી મુસ્લિમ સંસ્થાઓના, અને તાત્કાલિક સારવાર શીખેલા સ્વયંસેવકો કોઈ કોઈ જગાએ ફરતા દેખાતા હતા.

‘એક સ્ત્રી આમાં દેખાતી નથી.' શોભના બોલી.

‘સ્ત્રી તે આવાં હુલ્લડોમાં હોય ?’ ભાસ્કરે કહ્યું.

‘કેમ ન હોય ?’ સરખા હક્ક માગતી સ્ત્રીશક્તિ શોભનાથી પુછાઈ ગયું.

‘જો ને, છે એ કે ? તારા સિવાય સ્ત્રી ઘરમાં અને બહાર એમ બંને સ્થળે હુલ્લડ કરે તો જગતમાં ઊભા ક્યાં રહેવાય ?’

‘હું તે જ કહું છું. પુરુષોને હુલ્લડ કરતા અટકાવવા હોય તો સ્ત્રીએ ઘરનાં અને બહારનાં હુલ્લડોનો બોજો ઉપાડવો જ જોઈએ.' ભાસ્કરની મશ્કરીનો શોભનાએ જવાબ આપ્યો.

‘માટે તો હું તને સાથે ફેરવું છું.’

‘તું મને કેમ સાથે ફેરવે છે એ હું જાણું છું.' એવો એકાએક આવી જવાબ તેણે વૈખરીમાં ઉતાર્યો નહિ. એને બદલે તેણે જવાબ આપ્યો:

‘આવાં હુલ્લડ અટકાવવા સ્ત્રીઓની એક ટોળી ન ઊભી કરી શકાય?'

‘પરાશરની પુરુષટુકડી માટેની યોજના છે જ, તું સ્ત્રીઓની એક ટુકડી ઊભી કર.’

'પણ એ ન થાય એવું છે ?’

‘એને માટે જીવન સમર્પણ કરનાર જોઈએ.’

'તને સગવડ છે; તું ન કરી શકે ?'

‘સગવડ ? મારું જીવન ખાલી છે, ખાલી જીવનમાં સમર્પણ શું ?’

‘નવી વાત સાંભળી ! મારા મનમાં કે તારું જીવન સર્વ રીતે પૂર્ણ છે.’

ભાસ્કરે જવાબ ન આપ્યો. એણે વાત ફેરવી નાખી અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા માણસો પાસેથી પરાશર સંબંધી માહિતી મેળવવા પ્રયાસ કર્યો. દરેક સ્થળે જુદી જુદી માહિતી તેને મળી. કોઈને પરાશરની ખબર ન હતી. એકાદબે માણસે કહ્યું કે એને દવાખાને લઈ ગયા છે; એકબે માણસોએ કહ્યું કે એને પોલીસ પકડી ગઈ છે; કોઈકે કહ્યું કે એ ચાલ્યો ગયો છે અને કદાચ પાછો આવશે જ નહિ.

ભાસ્કરે થાણામાં, દવાખાનામાં, મજૂરકેન્દ્રમાં અને તેના પ્રેસમાં