પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨: શોભના
 

જુદી અને શ્રેષ્ઠ કઈ રીતે કહેવાય ? બંનેને એક જ સાદ બોલાવી રહ્યો હોય છે. પતિને ઝંખતી સતી, પ્રિયતમને માટે ઉજાગરા કરતી પ્રિયા અને ગમતા પુરુષને જોયા કરતી કુમારિકા એ ત્રણે એક જ પુરુષત્વના સાદે ખેંચાયેલા સ્ત્રીત્વના જ નમૂના કે બીજું કાંઈ ?

શું સ્ત્રીજીવનમાં પુરુષ અનિવાર્ય જ છે ? રૂપ, રંગ અને દેખાવના વિવિધ પ્રયોગો કરતી વર્તમાન યુવતી કરતાં શોભના જુદી ન હોઈ શકે ? એ બધાય પ્રયોગો અંતે તો એક જ મહા આકર્ષણનાં જ ફળ છે શું ? શું સ્ત્રીએ પત્ની બનવું જ જોઈએ - પરણીને કે પરણ્યા વગર ?