પૃષ્ઠ:Shobhana.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬: શોભના
 


‘એ અધિકારથી મળેલી પત્નીને હું પત્ની માનતો નથી માટે.’

‘તો તું મને સમજાવવા આવ્યો છે ?’

‘તારે જે જોઈએ છે તે આપવા હું આવ્યો છું.’

‘મારે શું જોઈએ છે ?’

‘પત્નીત્વમાંથી મુક્તિ !’

પરાશરાના ઉચ્ચારે શોભનાને જરા વાર અસ્થિર બનાવી. તેણે પરાશરની સામે જોયું - બેત્રણ ક્ષણ ટગર ટગર જોયું. માનવઉોર્મિઓ અત્યારે ચગડોળે ચડી હતી. જીવન અત્યારે પડે તો ભાંગીને ભૂકો થાય એટલી ઊંચાઈએ ઊડતાં હતાં.

'કોઈએ આપી નથી.' શોભના બોલી.

‘હું તો આપું છું. બીજાની મને ખબર નથી.’

‘એટલે ?'

‘એટલે એમ કે તું મારી પત્ની છે એ વાત હું અને તું બંને વિસારી દઈએ.’

‘વિસારી શકાશે ?'

‘નકારી તો શકીશું જ.'

“પરિણામ ?'

‘મારી સાથે થયેલું તારું અકસ્માત લગ્ન રદ સમજીએ.'

‘તેથી શું ? જગતમાં ત્યક્તાઓ ઘણી છે !’

‘મારું અસ્તિત્વ તારા પતિ તરીકે રહેશે નહિ.’

‘છતાં લગ્ન તો મને ખૂંચ્યા જ કરશે.’

‘લગ્નને કાયદેસર રદ કરાવીએ તો ?'

‘હજી લગ્નવિચ્છેદનો સ્વીકાર હિંદુ કાયદામાં ક્યાં થયો છે ?’

‘વડોદરા રાજ્યમાં સગવડ છે.'

‘હં.' શોભના આગળ કશું બોલી નહિ. પરાશર પણ બોલ્યા વગર જરા બેસી રહ્યો. કારનું ભૂગળું વાગતાં પરાશરથી છૂટવા મથતાં બંને પતિપત્ની જાગી ઊઠ્યાં. કારના માલિકોને પોતાના આગમન જાહેર કરવાનો ભારે શોખ હોય છે.'

'ભાસ્કર લાગે છે.' શોભનાએ કહ્યું.

‘તો હું જાઉં. હું શા માટે આવ્યો હતો તે તેં સમજી લીધું છે. સમય મળ્યે મને કહેવરાવીશ તો હું આવી જઈશ.’