પૃષ્ઠ:Shobhana.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦: શોભના
 

પરાશરની ખુરશીને અડી ઊભી રહી. પરાશરે જાડું બરછટ ખાદીનું વસ્ત્ર પહેર્યું હતું. તેના વાળ સફાઈદાર ન હતા. ભાસ્કરને નિહાળતાં એનાં વસ્ત્રોનું મુલાયમપણું કોઈ પણ રસિકાને ગમી જાય એવું હતું. અને વસ્ત્રમાંથી વસ્ત્રધારી સહજ - કળીમાંથી ફૂલ વિકસતું હોય તેમ વિકસી મનને હરી લેતો. પરાશરનો પહેરવેશ વાગે એવો હતો. એ ધારણા કરનારો ભય પમાડે એવો હતો - ધક્કો મારે એવો હતો. જાણે કાંટાભર્યો કેવડો !

પરંતુ જીવનમાં કેટલીક વાર કાંટા વાગતા ગમે છે ! રેશમની ગાદી કરતાં દર્ભાસન વધારે પ્રિય લાગે છે. શોભનાએ પરાશરના અવ્યવસ્થિત મસ્તક ઉપર હાથ ફેરવી વાળ સમા કર્યાં.

‘નહિ નહિ, આમ ન કરીશ.’ પરાશરે કહ્યું.

‘કેમ ? તું તો સામ્યવાદી છે; લગ્નમાં નહિ માનનારો.'

'હા પણ...'

‘તો તને કોઈ અડકે તેમાં ગભરાઈ શાનો જાય ? મારે જોવું હતું કે મોતની ઘૂમરી ક્યાં આગળ છે !’

‘હું હસતો નથી.’

‘હુંયે હસતી નથી.’

‘તો હવે હું જઈ શકું?'

‘હજી સ્પષ્ટતા કરવી બાકી છે.’

‘શાની ? હું કહી જ દઉં. લગ્નવિચ્છેદ પછી તું ભાસ્કરની સાથે...’

શોભના ખડખડાટ હસી પડી. પરાશરે વાક્ય પૂરું ન કર્યું. હસી રહીને શોભનાએ કહ્યું : 'ભાસ્કરની સાથે રંભાનું લગ્ન નક્કી થઈ ગયું છે. તું જાણે છે ?’

‘ના, પણ... ભાસ્કર પરણેલો છે.’

‘છતાં એ પરણશે.'

‘માટે તું લગ્નવિચ્છેદની ના પાડે છે ?'

'મેં ભાસ્કરને લગ્નની ના પાડી માટે એ રંભા સાથે પરણે છે, સમજ્યો? એને કોઈ સંસ્કારી, ભણેલી, રસિક સ્ત્રી જોઈએ.' જરા કડક બની શોભનાએ કહ્યું.

‘અને રંભા એ સ્થિતિ કબૂલ રાખે છે ?'

‘હા. વગોવાયા છતાં પણ એ દ્વિતીય પત્ની બનશે.’

‘સમાજનું ચોકઠું વર્તમાન યૌવનને અનુકૂળ તો નથી જ. પરાશર ઊંડા વિચારમાં ડૂબી ગયો. લગ્ન એ મિલકતની ભાવનાનું સામાજિક