પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪: શોભના
 


એ હૃદયમાંથી કોઈ સુનેરી-રૂપેરી કિરણ નીકળી એક પુરુષને બાંધવા લંબાતું હતું. વચમાં આવતી સર્વ વસ્તુઓ અને વ્યક્તિઓને તે પોતાના રંગથી રંગી દેતું હતું.

વર્ગવિગ્રહ ?

પુરુષ અને સ્ત્રી વચ્ચે વિગ્રહ છે ખરો?

છે જ.

તો તે કેમ હોવો જોઈએ ? જે પુરુષને જોવાનું મન થાય, જે પુરુષને સાંભળવાનું મન થાય, જે પુરુષના જીવનને સુખમય કરવાનું મન થાય એ પુરુષ સાથે વિગ્રહ હોય તો તે લુપ્ત કેમ ન થઈ શકે ?

વિગ્રહ એ આવડતનું પરિણામ ? કે અણ-આવડતનું ?

જીવવામાં પણ કળા રહેલી છે. વિગ્રહ કરતાં દેખાતાં તત્ત્વોનો સુમેળ થાય તો જીવન એક મહાસંગીત ન બને ?

સંધ્યાના સોનેરી રંગમાં જગત ઝળઝળ થતું હતું.